December 10, 2024

ધવલસિંહ ઝાલાએ DAP ખાતરની અછતને લઈને કૃષિ મંત્રીને લખ્યો પત્ર

Dhavalsinh Zala: રવિ સીઝન આવી ગઈ છે. શિયાળુ પાક વાવેતર માટે ખેડૂતો તલપાપડ થઈ રહ્યા છે. બીજી બાજૂ રાજ્યમાં DAP ખાતરની ફૂલ અછત જોવા મળી રહી છે. ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારમાં ખેતી કરવામાં આવે છે. સમય ટાંણે જ DAP ખાતરની ફૂલ અછત જોવા મળી રહ્યા છે, આ વચ્ચે બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ કૃષિ મંત્રીને પત્ર લખ્યો છે. અરવલ્લીમાં DAP ખાતરની અછતને જેને ધ્યાનમાં લઈને પત્ર લખ્યો છે.

ધવલસિંહ ઝાલાએ કૃષિ મંત્રીને લખ્યો પત્ર
શિયાળુ પાકની વાવેતર કરવાનું છે આ સમયે DAP ખાતરની અછત છે. અછત ના કારણે ખેડૂતો હજૂ સુધી પાકનું વાવેતર કરી શક્યા નથી. કારણ કે પાકના વાવેતરમાં DAP ખાતરની ખાસ જરૂર હોય છે. જો શિયાળુ વાવેતર લેટ થાય છે તો પણ પાકનું ઉત્પાદન જોઈએ તે પ્રમાણે મળતું નથી. બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ કૃષિ મંત્રીને ખાતરની અછતને લઈને પત્ર લખ્યો છે. DAP ખાતરને લઈને રવિ સીઝનનું વાવેતર અટક્યું હોવાની ફરિયાદ આ પત્રમાં કરવામાં આવી છે. જિલ્લાના ખેડૂતોને વહેલી તકે ખાતર મળે તેના માટે રજૂઆત કરી છે. ધવલસિંહ ઝાલા પત્રમાં એમ પણ લખ્યું કે દર વર્ષે જિલ્લાના ખેડૂતોની સાથે ખાતરને લઈને અન્યાય કરવામાં આવે છે.