October 13, 2024

વિશ્વના આ દેશોમાં પણ થાય છે હોળીની ધામધૂમથી ઉજવણી

Holi Celebration: રંગોના તહેવાર હોળીને આવવાને હવે થોડા જ દિવસો બાકી છે. હોળીની ઉજવણીના ભાગરૂપે આપણે એકબીજાને રંગોથી ભરી નાખીએ છીએ. ઉત્તર ભારત થી લઈને દક્ષિણ ભારત સુધી સમગ્ર દેશમાં તેની ખુબ જ ધામધૂમથી ઉજવણી થાય છે. આ દિવસે રંગોથી રમવાની સાથે લોકો એકબીજાના ઘરે મળવા જાય છે અને ભાતભાતના પકવાનોનો પણ લુત્ફ ઉઠાવે છે, પરંતુ શું તમે જાણો છો કે ભારત સિવાય વિશ્વમાં એવા બીજા ઘણા દેશો છે જ્યાં હોળીના તહેવારની ઉજવણી થાય છે. આ તહેવારોને હોળી નથી કહેવામાં આવતી, પરંતુ તેની ઉજવણી થોડો થોડી હોળીની રીતે જ થાય છે.

મ્યાનમાર
ભારતના પડોશી દેશ મ્યાનમારમાં પણ રંગોનો તહેવાર ઉજવવામાં આવે છે. મ્યાનમારમાં તેને મેકોંગ અને થિંગયાન તરીકે પણ ઓળખવામાં આવે છે. આ તહેવારને નવા વર્ષના નિમિત્તે ઉજવવામાં આવે છે. આ દરમિયાન લોકો એકબીજા પર રંગો અને પાણી વરસાવે છે.

નેપાળ
ભારતની જેમ નેપાળમાં પણ હોળીનો તહેવાર ઉજવવામાં આવે છે. અહીં પણ લોકો ફુગ્ગામાં પાણી ભરીને એકબીજા પર ફેંકે છે. આ સાથે અહીં લોકો પર રંગો ફેંકવામાં આવે છે. લોકોને રંગોમાં ડુબાડવા માટે પાણીના મોટા ટબ પણ રાખવામાં આવ્યા છે.

ઇટાલી
હોળી જેવો તહેવાર ઈટાલીમાં પણ ઉજવવામાં આવે છે. જેને ઓરેન્જ બેટલ કહેવામાં આવે છે. જો કે, આ તહેવાર જાન્યુઆરીમાં ઉજવવામાં આવે છે. અહીં લોકો રંગ લગાવવાને બદલે એકબીજા પર ટામેટાં ફેંકે છે. તમને જણાવી દઈએ કે સ્પેનમાં પણ લોકો ટામેટાં એકબીજા પર ફેંકે છે.

મોરેશિયસ
હોલિકા દહનની મોરેશિયસમાં ઉજવણી થાય છે. અહીં તેને ખેતી સાથે સંબંધિત તહેવાર માનવામાં આવે છે. મોરેશિયસમાં આ તહેવારની સાથે વસંત પંચમીથી શરૂ થાય છે. જે લગભગ 40 દિવસ સુધી ચાલે છે.

શ્રીલંકા
શ્રીલંકામાં હોળીનો તહેવાર ભારતની જેમ ઉજવવામાં આવે છે. અહીં પણ લોકો એકબીજા પર રંગો ઉડાડે છે. અને પાણીથી ભરેલી પિંચકારીઓથી હોળી રમે છે.