October 14, 2024

હર્ષલ પટેલ પર્પલ કેપની રેસમાં આગળ, આ બોલર બની શકે છે પડકાર

IPL 2024 Purple Cap Holder: આ વખતની આઈપીએલની તમામ મેચ રોચક રહી હતી. પર્પલ કેપ અને ઓરેન્જ કેપની રેસ પણ રસપ્રદ જોવા મળી હતી. IPL 2024માં પર્પલ કેપની રેસમાં હર્ષલ પટેલ સૌથી આગળ છે. પરંતુ હવે તેની ટીમ પણ બહાર થઈ ગઈ છે. જેના કારણે તેથી તેની વિકેટની સંખ્યામાં વધારો થશે નહીં.

વિકેટની સંખ્યા નહીં વધે
IPLમાં લીગમાં હર્ષલ પટેલના માથા પર પર્પલ કેપ છે. તેણે 14 મેચમાં 24 વિકેટ લીધી છે. જોકે મહત્વની વાત એ છે કે તેની ટીમ પંજાબ કિંગ્સ હવે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. બીજા સ્થાનની વાત કરવામાં આવે તો મુંબઈની ટીમનો ખેલાડી જસપ્રીત બુમરાહ છે. તેણે 13 મેચ રમી છે અને 20 વિકેટ લીધી છે. જોકે હવે તેની વિકેટની સંખ્યા નહીં વધે, કારણ કે ટીમ આઉટ થઈ ગઈ છે.

આ પણ વાંચો: IPL 2024: ક્વોલિફાયર-1 મેચ વરસાદને કારણે રદ થશે તો શું થશે?

હર્ષલ પટેલ માટે પડકાર
ત્રીજા નંબરે અર્શદીપ અને ચોથા નંબરે વરુણ ચક્રવર્તી છે. પંજાબ કિંગ્સના અર્શદીપ સિંહે 14 મેચમાં 19 વિકેટ લીધી છે, તે ત્રીજા સ્થાને છે. જોકે તેની ટીમ પણ પ્લેઓફમાંથી બહાર થઈ ગઈ છે. વરુણ ચક્રવર્તીએ અત્યાર સુધી 13 મેચમાં 18 વિકેટ ઝડપી છે. તે હર્ષલ પટેલ માટે પડકાર બની શકે છે. પરંતુ તેમને અહીં ઓછામાં ઓછી 6 વિકેટની જરૂર પડશે.

ઓરેન્જ કેપની રેસમાંથી બહાર
લીગ સ્ટેજ બાદ ઋતુરાજ ગાયકવાડ અને સાઈ સુદર્શન ઓરેન્જ કેપની રેસમાંથી બહાર થઈ ગયા છે. આ બંને ખેલાડીની ટીમ પ્લેઓફમાં પોતાનું સ્થાન બનાવી શકી નથી. વિરાટ કોહલીએ 14 મેચમાં 64.36ની એવરેજથી 708 રન બનાવ્યા છે અને ઓરેન્જ કેપની યાદીમાં તે પ્રથમ સ્થાન પર છે.