Iranના રાષ્ટ્રપતિના નિધન પર PM Modi અને S. Jaishankar શોક વ્યક્ત કર્યો

નવી દિલ્હી: ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ અલ રઇસી હવે આ દુનિયામાં નથી. હેલિકોપ્ટર અકસ્માતમાં તેમનું મૃત્યુ થયું હતું. આ ઘટના ત્યારે બની જ્યારે તે પૂર્વ અઝરબૈજાનમાંથી પસાર થઈ રહ્યા હતા. કહેવાય છે કે દુર્ઘટના બાદ હેલિકોપ્ટરના ટુકડા થઈ ગયા હતા. ઈબ્રાહિમ રઇસીની સાથે ઈરાનના વિદેશ મંત્રી અમીર અબ્દુલ્લાહિયાનું પણ નિધન થયું છે. ભારતે પણ ઈરાનના રાષ્ટ્રપતિના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. પીએમ મોદી અને એસ જયશંકરે તેમને શ્રદ્ધાંજલિ આપી. મોદીએ લખ્યું કે તેઓ ઈરાનના રાષ્ટ્રપતિ ડૉ. સૈયદ ઈબ્રાહિમ રઇસીના નિધનથી ખૂબ જ દુઃખી અને આઘાતમાં છે. વિદેશ મંત્રી જયશંકરે કહ્યું કે હેલિકોપ્ટર દુર્ઘટનામાં ઈરાનના રાષ્ટ્રપતિ ડૉ. ઈબ્રાહિમ રઇસી અને વિદેશ મંત્રી એચ. અમીર-અબ્દોલ્લાહિયનના નિધનના સમાચાર સાંભળીને તેઓને ખૂબ જ આઘાત લાગ્યો છે.

PM મોદીએ રઈસીના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સત્તાવાર હેન્ડલ પરથી ટ્વિટ કર્યું અને લખ્યું કે તેઓ ઈરાનના રાષ્ટ્રપતિ ડૉ. સૈયદ ઈબ્રાહિમ રઇસીના નિધનથી ખૂબ જ દુઃખી અને આઘાતમાં છે. ભારત-ઈરાન દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવામાં તેમના યોગદાનને હંમેશા યાદ રાખવામાં આવશે. તેમના પરિવાર અને ઈરાનના લોકો પ્રત્યે મારી દિલથી સંવેદના. ભારત દુખની આ ઘડીમાં ઈરાનની સાથે છે.

હું આ સમાચારથી ચોંકી ગયો છું – જયશંકર
વિદેશ મંત્રી એસ જયશંકરે લખ્યું કે હેલિકોપ્ટર દુર્ઘટનામાં ઈરાનના રાષ્ટ્રપતિ ડૉ. ઈબ્રાહિમ રઇસી અને વિદેશ મંત્રી એચ. અમીર-અબ્દોલ્લાહિયનના નિધનના સમાચાર સાંભળીને તેઓને ખૂબ જ આઘાત લાગ્યો છે. મને તેમની સાથેની ઘણી બેઠકો યાદ છે, જેમાં જાન્યુઆરી 2024માં અમારી છેલ્લી મુલાકાતનો સમાવેશ થાય છે. તેમના પરિવારો પ્રત્યે અમારી સંવેદના. દુઃખની આ ઘડીમાં અમે ઈરાનના લોકો સાથે છીએ.

મીડિયા અહેવાલો અનુસાર, રાષ્ટ્રપતિ રાયસીની સાથે ઈરાનના વિદેશ મંત્રી હુસૈન અમીર અબ્દુલ્લાહિયન, પૂર્વ અઝરબૈજાન પ્રાંતના ગવર્નર મલેક રહેમતી અને ધાર્મિક નેતા મોહમ્મદ અલી-હાશેમ પણ હેલિકોપ્ટરમાં સવાર હતા. સરકારી ટેલિવિઝનએ જણાવ્યું કે સર્ચ ઓપરેશનમાં લાગેલી ટીમને ક્રેશ થયેલું હેલિકોપ્ટર મળી ગયું છે. જો કે, અન્ય લોકો મળી આવ્યા હોવાની કોઈ માહિતી નથી. રાયસી ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખમેનીની નજીક છે. તેઓ રવિવારે વહેલી સવારે અઝરબૈજાનના રાષ્ટ્રપતિ ઇલ્હામ અલીયેવ સાથે ડેમનું ઉદ્ઘાટન કરીને પરત ફરી રહ્યા હતા.