October 5, 2024

Rajasthan Royals માટે વધી શકે છે મુશ્કેલી, આ છે કારણ

IPL 2024 પ્લેઓફમાં જનારી 4 ટીમોના નામ નક્કી થઈ ગયા છે. જે આ વર્ષની IPL જીતવાની દાવેદાર છે. આ 4 ટીમમાંથી 1 ટીમ IPL 2024ની ટ્રોફી જીતશે. આ સમયે રાજસ્થાન રોયલ્સ માટે મુશ્કેલી વધી શકે છે. આવો જાણીએ કે કેમ રાજસ્થાનની ટીમનું ટેન્શન વધશે.

ટીમને મુશ્કેલી વધી શકે
આ સિઝનમાં હવે 4 ટીમ બાકી રહી છે. બાકી તમામ ટીમની IPL પૂરી થઈ ગઈ છે. મહત્વની વાત એ છે કે રાજસ્થાનની ટીમની જોરદાર શરૂઆત રહી હતી. બીજી તમામ ટીમ કરતા રાજસ્થાનની ટીમનું જોરદાર પ્રદર્શન રહ્યું હતું. આ સમયે તે પોઈન્ટ ટેબલમાં નંબર વન પર હતી. હવે તે પહેલા સ્થાનથી ત્રીજા સ્થાને ખસી ગઈ છે. જેના કારણે રાજસ્થાનની ટીમને એલિમિનેટર રમવું પડશે. આ સમયે તેનો સામનો RCB સામે થશે. પરંતુ આ સમયે રાજસ્થાની ટીમને મુશ્કેલી વધી શકે છે અને આ મેચને જીતવાના ચાન્સ ઓછા છે. તેનું કારણ મે મહિનો છે.

પ્રથમ ક્વોલિફાયર રમાશે
પ્રથમ ક્વોલિફાયરમાં KKR અને SRHની ટીમો આમને સામને ટકરાશે. ત્યારબાદ રાજસ્થાની ટીમ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટકરાશે. આ સિઝનમાં સૌથી સારૂ પ્રદર્શન રાજસ્થાની ટીમનું જોવા મળ્યું હતું. શરૂઆતમાં નંબર 1 સ્થાન પર, આ પછી 2જા સ્થાન પર પહોંચી ગયું હતું. છેલ્લે એવી આશા હતી કે ટીમ ઓછામાં ઓછી ટોપ 2માં સ્થાન મેળવશે. પરંતુ આ પછીની તમામ મેચ હાર અને મેચો જે વરસાદને કારણે ન રમાઈ શકી તેનાથી ટીમને ફટકો પડ્યો અને તે ત્રીજા સ્થાને પહોંચી ગઈ છે.

આ પણ વાંચો: હેન્ડશેક વિવાદ પછી RCB ક્રિકેટર ધોનીને મળવા ડ્રેસિંગ રૂમમાં પહોંચ્યો

આ છે કારણ
અત્યાર સુધીની તમામ મેચમાં RR ટીમ મે મહિનામાં એક પણ મેચ જીતી શકી નથી. રાજસ્થાને તેની છેલ્લી મેચ એલએસજી સામે 27 એપ્રિલે એકાના સ્ટેડિયમમાં જીત મેળવી હતી. આ પછી જ્યારે મે મહિનો શરૂ થયો ત્યારે ટીમ સતત ચાર મેચ હારતી આવી છે. છેલ્લી લીગ મેચમાં વરસાદ વિઘ્ન બનીને આવ્યો જેના કારણે એ મેચ રમાઈ શકી ન હતી. એટલે મે મહિનામાં એક પણ મેચ રાજસ્થાની ટીમ જીતી શકી નથી. હવે એલિમિનેટરમાં ટીમ આરસીબી સામે કેવું પ્રદર્શન કરે છે તે જોવાનું રહ્યું.