RTIનો દૂરઉપયોગ કરી તોડબાજી કરનારને હર્ષ સંધવીની કડક ચેતવણી, કહ્યું- ‘સુધરી જાવ કે જેલમાં જાવ’

ગાંધીનગર: RTIનો દૂરઉપયોગ કરી તોડબાજી કરનારને ગૃહ રાજ્યમંત્રીએ વિધાનસભા ગૃહમાંથી કડક ચેતવણી આપી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, RTIના પવિત્ર કાયદાનો દુરૂપયોગ કરી નિર્દોષ પાસેથી રૂપિયા પડાવવાની થતી પ્રવૃત્તિઓ બિલકૂલ ચલાવી લેવાશે નહિ.
ગૃહ રાજ્યમંત્રીએ વિધાનસભા ગૃહમાંથી રાજ્યમાં આવી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા તત્વોને આપી કડક ચેતવણી “સુધરી જાવ કે જેલમાં જાવ”. રાજ્યભરમાં કુલ 67 ગુનાઓ દાખલ કર્યા, આ હજુ એક શરૂઆત છે. આવનારા દિવસોમાં આવા તત્વો સામે હજુ સખતાઇપૂર્વક કાર્યવાહી કરાશે.