વાળ ખરવાથી પરેશાન છો? ઘરે બનાવેલું આ હેર ઓઇલ કરો ટ્રાય

Hair Fall: આજના સમયમાં મોટા ભાગના લોકોને વાળ ખરવાની સમસ્યા રહેતી હોય છે. ત્યારે અમે તમારા માટે જાદુઈ તેલ લઈને આવ્યા છીએ. જેની મદદથી તમારા વાળ નવા આવવા લાગશે. વાળ તો નવા આવશે પરંતુ તેની સાથે જે વાળ ખરતા હતા તે પણ બંધ થઈ જશે.
આ પણ વાંચો:Zomato: મંત્રાલયે ઝોમેટોનું નામ બદલવાની પણ મંજૂરી આપી
આ તેલ ઘરે આ રીતે બનાવો
સૌથી પહેલા તમારે નાળિયેરનું તેલ લેવાનું રહેશે. હવે તમારે તેમાં ડુંગળી કાપીને મિક્સ કરી લેવાની રહેશે. આ પછી તમારે તેમાં મિઠો લીમડો ઉમેરવાનો રહેશે. આ પછી તમારે તેમાં કાળ તલ અને મેથી ઉમેરવાની રહેશે. આ તમામને આ નાળિયેરના તેલમાં સાતળો. હવે થોડીવાર પછી ગેસ બંધ કરી દો. આ તેલને થોડી વાર ઠડું થવા દો. આ પછી તમારે તેને એક કન્ટેનરમાં ગાળી લો. હવે આ તેલ અઠવાડિયામાં ત્રણ વાર તમારા વાળના મૂળમાં લગાવો. થોડા જ દિવસમાં તમારા વાળમાં સુધારો જોવા મળશે.