અમદાવાદમાં બારેમાસ ભુવા પડવાનો સિલસિલો યથાવત, કારગીલ ચાર રસ્તા પાસે પડ્યો ભુવો

આશુતોષ ઉપાધ્યાય, અમદાવાદ: મેટ્રો સીટી અમદાવાદ શહેરમાં હવે બારેમાસ ભુવા પડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. ન માત્ર ચોમાસુ પરંતુ શિયાળો હોય કે પછી ઉનાળો હોય અમદાવાદમાં ગમે તે સમયે ભૂવો પડી શકે છે. અમદાવાદના એસ.જી હાઇવે પર આવેલા કારગીલ ચાર રસ્તા પાસે ભુવો પડ્યો છે.
સતત વાહનોની અવરજવરથી ધમધમતા એસ.જી હાઇવે પર આવેલા કારગીલ ચાર રસ્તા પાસે ભુવો પડ્યા બાદ પ્રશાસને બેરીકેટ કરીને માત્ર સંતોષ મેળવ્યો, પરંતુ અહીંથી પસાર થતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સતત વાહનોથી ધમધમતો આ રોડ છે અને રોડની વચ્ચે આ ભુવો પડવાના કારણે આ સમસ્યા ઉભી થઈ છે.