નવા વર્ષના પ્રથમ દિવસે કચ્છની ધરા ધ્રુજી, ભચાઉમાં 3.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો
Kutch Earthquake: નવા વર્ષના પ્રથમ દિવસે ફરી એક વખત કચ્છની ધરા ધ્રુજી છે. કચ્છના ભચાઉ ખાતે 3.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. મળતી માહિતી અનુસાર સવારે 10 વાગ્યાને 24 મિનિટે આંચકો અનુભવાયો હતો. જોકે, હાલ કોઈ જાનહાનિના સમાચાર નથી.
કચ્છમાં અવારનવાર ભૂકંપના આંચકા આવતા રહે છે. ત્યારે આજે નવા વર્ષના પહેલાં દિવસે પણ કચ્છની ધરા ધ્રુજી છે. કચ્છના ભચાઉમાં 3.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ભચાઉથી 23 કિલોમીટર નોર્થ ઇસ્ટ બાજુ ભૂકંપનું કેન્દ્ર બિંદુ નોંધાયું હતું. જોકે, ભૂકંપના આંચકાથી હાલ કોઈ જાનહાનિના સમાચાર નથી.
આ પણ વાંચો: કાલુપુર પટવા શેરીમાં મોડી રાતે AMCની ટીમ પર હુમલો, અધિકારી સાથે પણ કરાઈ ધક્કામુક્કી