February 8, 2025

ટેસ્ટ ક્રિકેટમાં ટીમ ઈન્ડિયાની હાલાત ખરાબ, આ શરમજનક યાદીમાં નોંધાવ્યું સ્થાન

Indian Cricket Team: ટીમ ઈન્ડિયા ટેસ્ટ ક્રિકેટમાં દુનિયાની સૌથી મોટી ટીમમાંથી એક છે. છેલ્લા ઘણા વર્ષોથી ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન સારું જોવા મળ્યું છે. જોકે છેલ્લા ઘણા મહિનાઓથી ટીમનું એવું પ્રદર્શન જોવા મળ્યું કે અચાનક ખરાબ થવા લાગ્યું. જેના કારણે ટીમ ઈન્ડિયાનું નામ શરમજનક લિસ્ટમાં સામેલ થઈ ગયું છે.

આ પણ વાંચો: રોહિત શર્મા પહેલા કયા ભારતીય કેપ્ટનને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરવામાં આવ્યો હતો?

સૌથી વધુ વખત 200 રનમાં ઓલઆઉટ થઈ ગયેલી ટીમો

5 – ભારત
3 – વેસ્ટ ઈન્ડિઝ
3 – અફઘાનિસ્તાન
3 – બાંગ્લાદેશ
3 – દક્ષિણ આફ્રિકા

રોહિત શર્માને કરવામાં આવ્યો છે બહાર
છેલ્લા 2 દિવસથી રોહિત શર્માનું નામ ચર્ચામાં છે. બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની છેલ્લી મેચની પ્લેઈંગ ઈલેવનમાંથી તેને બહાર કરવામાં આવ્યો છે. હાલ બુમરાહને ટીમની કમાન સોંપવામાં આવી છે. રોહિત સતત ખરાબ પ્રદર્શન કરી રહ્યો હતો. જેના કારણે તેને બહાર કરવામાં આવ્યો છે.