March 16, 2025

જામનગર રિફાઈનરીના 25 વર્ષ: જામનગર માત્ર એક સ્થળ નથી, પરંતુ તે રિલાયન્સની આત્મા છે: નીતા અંબાણી

Reliance Jamnagar Refinery: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની જામનગર રિફાઈનરીએ 25 વર્ષની ગૌરવપૂર્ણ યાત્રા પૂર્ણ કરી છે. આ પ્રસંગે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અંબાણી પરિવાર સહિત રિફાઈનરીના કર્મચારીઓ હાજર રહ્યા હતા. આ પ્રસંગે રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને ચેરપર્સન નીતા અંબાણીએ ધીરુભાઈ અંબાણીને યાદ કર્યા હતા અને જણાવ્યું હતું કે કેવી રીતે તેમણે જામનગરમાં વિશ્વની ટોચની રિફાઈનરી સ્થાપવાનું સપનું જોયું હતું.

 

View this post on Instagram

 

A post shared by NewsCapital Gujarat (@newscapitalgj)

વધુમાં નીતા અંબાણીએ કહ્યું, પાપા ધીરુભાઈ અંબાણી માટે જામનગર તેમનું કાર્યસ્થળ હતું, તેમનું સ્વપ્ન હતું, તેમનું ભાગ્ય હતું. તે તેમની ફરજ, સમર્પણ અને હેતુનું પ્રતીક છે. થોડા દિવસ પહેલા જ તેમનો 92મો જન્મદિવસ આવ્યો હતો. હું આશા રાખું છું કે તેમના આશીર્વાદ જામનગરમાં આપણા બધા પર વરસતા રહે. ‘જામનગર માત્ર એક સ્થળ નથી, પરંતુ તે રિલાયન્સની આત્મા છે, તે આપણા હૃદયમાં ઊંડે સુધી છે.

કર્મચારીઓ અને પરિવારને સંબોધતા નીતા અંબાણીએ કહ્યું કે, આ કોકિલા મમ્મીનું જન્મસ્થળ છે. તે તેના મૂળ અને મૂલ્યોનું પ્રતિનિધિત્વ કરે છે. તેઓ આજે આપણી સાથે છે અને તેમના આશીર્વાદથી જ બધું શક્ય બન્યું છે. તમે અમારા માટે જે કર્યું છે તેના માટે તમારો ખૂબ ખૂબ આભાર. મુકેશ માટે જામનગર આદરનું સ્થાન છે, ભક્તિ અને આદરની ભૂમિ છે. અહીં પિતાએ વિશ્વની સૌથી મોટી ગ્રાસરૂટ રિફાઇનરીનું સ્વપ્ન જોયું હતું અને મુકેશે તેના પિતાનું સ્વપ્ન સાકાર કર્યું.