September 23, 2024

કોસંબા પાસે ટ્રેન ઉથલાવવાના પ્રયાસમાં રેલવેના જ બે કર્મચારીઓની સંડોવણીનો ખુલાસો

અમિત રૂપાપરા સુરત: 21 સપ્ટેમ્બરના રોજ કીમ કોસંબા વચ્ચે આવેલા રેલ્વે ટ્રેકની ફિસ પ્લેટ તેમજ પેડલોક કાઢીને ટ્રેન પલટાવવાના પ્રયાસની ઘટના સામે આવી હતી. આ ઘટનાને લઈને ATS તેમજ NIA સહિતની કેન્દ્રીય એજન્સીઓ પણ તપાસમાં જોડાઈ હતી. તપાસના અંતે સામે આવ્યું હતું કે આ ઘટનામાં રેલવેના જે કર્મચારીએ પોલીસને આ બાબતે માહિતી આપી હતી તે જ કર્મચારી સુભાષ પોદાર મુખ્ય આરોપી નીકળ્યો. લોકોનો જીવ બચાવનાર કર્મચારી તરીકે નામના મેળવવા માટે તેને રેલ્વેના અન્ય બે કર્મચારી સાથે મળી આ કારસો રચ્યો હતો. હાલ તો પોલીસે ત્રણ રેલવેના કર્મચારીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

કીમ કોસંબા રેલવે ટ્રેકની વચ્ચે 21 સપ્ટેમ્બરના સવારના 5 વાગ્યાના અરસામાં કોલ નંબર 292/ 28ની બે ફીસ પ્લેટ ખોલીને તેને રેલ્વે ટ્રેક પર મૂકી દેવામાં આવી હોવાની અને પોલ નંબર 292/27થી 291/17 સુધીના લાઈનના 71 પેડલોક ખોલીને ટ્રેક પર મૂકવામાં આવ્યા હોવાની એક ઘટના સામે આવી હતી. જો કે આ બાબતે રેલવે કર્મચારી સુભાષ પોદારને માહિતી મળતા તેમને તાત્કાલિક પોલીસને માહિતી આપી અને પોલીસની ટીમો તપાસ માટે ઘટના સ્થળ પર પહોંચી હતી. પ્રાથમિક તબક્કે ટ્રેન ઉથલાવવાના પ્રયાસ બાબતે પોલીસે તપાસ હાથ ધરી હતી અને તાત્કાલિક અસરથી આ બાબતે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

આ ઘટનાને લઈને સુરત જિલ્લા પોલીસની LCB, SOG તેમજ સ્થાનિક પોલીસની કુલ 16 ટીમ બનાવવામાં આવી હતી અને તમામ ટીમો ટેકનિકલ તેમની હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ કરી રહી હતી. તો આ સમગ્ર ઘટનાને લઈને ઘટના સ્થળની આસપાસના પાંચ કિલોમીટરના એરિયામાં પણ પોલીસ દ્વારા સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું હતું અને ડ્રોન કેમેરાની મદદ પણ લેવામાં આવી હતી. તો બીજી તરફ આ ઘટનામાં એનઆઇએ તેમજ એટીએસ સહિતની કેન્દ્રીય એજન્સી પણ જોડાઈ હતી

જોકે આ બાબતે પોલીસને ફરિયાદ કરનાર સુભાષ પોદાર પર જ શંકા જણાઈ હતી અને સુભાષની ઉલટ તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી અને તે દરમિયાન સુભાષે રેલવેના કર્મચારી મનીષકુમાર મિસ્ત્રી તેમજ શુભમ જયશવાલ સાથે મળીને પ્રસિદ્ધિ મેળવવા માટે આ કાંડ કર્યો હોવાનું સામે આવ્યું છે.

મહત્વની વાત કહી શકાય કે સુભાષ અપર રેલવે ટ્રેક પર ફિશપ્લેટ તેમજ પેડલોક બાબતે જે સમય અને માહિતી પોલીસને આપી હતી તે સમયે અને માહિતીનું એનાલિસિસ કરતા પોલીસના ધ્યાન આવ્યું હતું કે જે નિવેદન ફરિયાદી સુભાષે લખાવ્યું છે તે સમય ગાળવામાં ટ્રેનો પસાર થઈ રહી હોય અને તે સમયે આ પ્રકારનું કોઈ પણ કૃત્ય કરવું કોઈ અજાણ્યા ઈસમો માટે શક્ય નથી. તેથી પોલીસ દ્વારા સુભાષ મનીષ અને શુભમનો મોબાઇલ કબ્જે લેવામાં આવ્યો હતો અને ટેકનિકલ એનાલિસિસ કરવામાં આવ્યું હતું.

પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે આ ત્રણેય ઈસમોના મોબાઇલમાં રેલ્વે ટ્રેક પર પેડલોક તેમજ ફેસ પ્લેટ છુટા કરીને મૂકવામાં આવી હોવાના ફોટા મોબાઇલમાં પાડવામાં આવ્યા હતા અને ત્યારબાદ આ ફોટા ડીલીટ પણ કરી દેવામાં આવ્યા હતા. જેમાં આરોપી સુભાષના મોબાઈલ માંથી 4:47 મિનિટે અને પેટલોક બાબતે નો વિડીયો મોબાઇલમાં ઉતારી ડીલીટ મારવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું અને તેને આ ઘટનાની જાણ 5:00 વાગ્યા આસપાસ રેલ્વે અને પોલીસને આપી હોવાનું સામે આવ્યું હતું. આ ઉપરાંત અન્ય આરોપીના મોબાઇલમાંથી પણ 2:46 અને 47 મિનિટે પેડલોકના ફોટા પાડવામાં આવ્યા હોવાની વાત પોલીસના ધ્યાને આવી હતી.

મોબાઈલના રિસાયકલબિનના આ ફોટો પુરાવા તરીકે ખૂબ જ પોલીસ તપાસમાં મજબૂત સાબિત થયા અને પોલીસે આરોપી સુભાષ પોદાર, મનીષ મિસ્ત્રી અને શુભમ જયશવાલની ઊંડાણપૂર્વક પૂછપરછ કરી અને ત્રણે ભાંગી પડ્યા હતા. આ ત્રણેય ઈસમોએ પોતાને એવોર્ડ અને પ્રસિદ્ધિ મેળવવા માટે આ કાર્ય કર્યું હોવાનું પોલીસની તપાસમાં સામે આવ્યું હતું. આ ત્રણેય આરોપીની મોનસુન નાઈટ ડ્યુટી ટૂંક સમયમાં પૂરી થવાની હતી પરંતુ આ પ્રકારના કૃત્યથી નાઈટ ડ્યુટી ચાલુ રહે અને સવારે પરિવાર સાથે કોઈ જગ્યા પર બહાર જઈ શકાય તે હેતુથી અને ઇનામ તેમજ પ્રસિધ્ધિના કારણે તેમને આંખો ષડયંત્ર ઊભું કર્યું હતું અને ત્રણેય સાથે મળીને અલગ અલગ પેડલોક અને ફીસ પ્લેટ કાઢી તેને ટ્રેક પર મૂક્યું અને સમગ્ર કિસ્સો ઉભો કર્યો હોવાની કબુલાત કરી હતી. હાલ તો આ ઘટનાને લઈને કીમ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.