ફેશન કા હૈ યે જલવાઃ ઐશ્વર્યા-આરાધ્યનું ફેશનવીકમાં રેમ્પવૉક

Aishwarya Rai and Aaradhya: કહેવાય છે ને કે મોરના ઈંડાને ચિતરવા ન પડે. તેવું જ અભિનેત્રી ઐશ્વર્યા રાય અને તેની દીકરીમાં જોવા મળ્યું છે. ઐશ્વર્યા રાય અને તેની દીકરી પેરિસ ફેશન વીકમાં પહોંચી છે. જેમાં ઐશ્વર્યા રાય ખૂબ જ સ્ટાઇલિશ લુકમાં જોવા મળી હતી. તેની સાથે દીકરી આરાધ્યાની પણ સુપર કૂલ એન્ટ્રી જોવા મળી છે.

મા-દીકરીએ કરી ગ્લેમરસ એન્ટ્રી
એક તરફ અભિષેક બચ્ચન સાથે ઐશ્વર્યા રાયના અણબનાવની ચર્ચાઓ ચાલી રહી છે. ઐશ્વર્યા અને અભિષેક બચ્ચન પોતાના કામમાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે. એક બાજૂ અભિષેકે તેની નવી ફિલ્મની જાહેરાત કરી દીધી છે. બીજી તરફ ઐશ્વર્યા રાય રેમ્પને ગ્રેસ કરવા માટે પેરિસ પહોંચી ગઈ છે. તેની સાથે તેની દીકરી પણ વોક કરતી જોવા મળી રહી છે. જેનો વીડિયો હાલ ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો: 2000 કરોડના કૌભાંડમાં આ પ્રખ્યાત અભિનેત્રીની કરાઈ ધરપકડ

લોકોએ આ વીડિયોની નોંધ લીધી
આ સમયનો એક વધુ એક વીડિયો સામે આવ્યો છે. જેમાં ઐશ્વર્યા રાય સાથે કોઈ સાથે વાત કરી રહી છે. આરાધ્યા એક બાજુ ઉભી બંનેની વાત સાંભળી રહી છે. આ સમયે ઐશ્વર્યા આરાધ્યા તરફ આગળ વધે છે તેની આંખ મીંચી દે છે. થોડા દિવસ પહેલા ઐશ્વર્યા રાય રિંગ વગર જોવા મળી હતી. આ સમયે અભિષેક અને ઐશ્વર્યા વચ્ચે અણબનાવના સમાચારે જોર પકડ્યું હતું. હજૂ પણ આ વિશે ઘણી ચર્ચાઓ થઈ રહી છે.