November 5, 2024

તિરૂમાલાના લાડુનો સ્વાદ દુનિયાભરમાં જાણીતો છે, આ રહી એની મસ્ત રેસીપી

Prasadam Laddu Recipe: તિરુપતિ બાલાજીનું મંદિર હાલ ચર્ચામાં છે. લોકોમાં એવી માન્યતા છે કે આ મંદિરમાં જે માનતા રાખવામાં આવે છે તે ચોક્કસ પુર્ણ થાય છે. તિરુપતિ બાલાજીને ઘી અને ચણાના લાડુ ચઢાવવામાં આવે છે. જો તમે પણ તિરુપતિ બાલાજીના મંદિરમાં પ્રસાદ ધરવામાં આવે છે તેવો જ પ્રસાદ ઘરે બનાવવા માંગો છો, તો અમે તમારા માટે સિક્રેટ રેસીપી લઈને આવ્યા છીએ. આવો જાણી લો આ રીત.

પ્રસાદના લાડુ બનાવવા માટેની સામગ્રી

  • બે કપ ચણાનો લોટ
  • એક કપ ઘી
  • એક કપ ઘી
  • દળેલી ખાંડ
  • 15 કાજુ
  • 15 બદામ
  • 15 કિસમિસ
  • એક ચમચી પિસ્તાની કતરણ
  • એક ચમચી એલચી પાવડર.

પ્રસાદના લાડુ કેવી રીતે બનાવશો?

સ્ટેપ 1: લાડુ બનાવવા માટે પહેલા એક મોટી તપેલી લેવાની રહેશે. તેમાં તમારે એક કપ ઘી નાંખવાનું રહેશે. હવે તમારે તેમાં ચણાનો લોટ નાંખવાનો રહેશે. ચણાના લોટને સારી રીતે મિક્સ કર્યા પછી તમારે તેને બ્રાઉન રંગ થાય ત્યાં સુધી સેકવાનો રહેશે. હળવી સુગંધ આવવા લાગે એટલે તમે ગેસને બંધ કરી દો.

આ પણ વાંચો:  આ ફળ અને શાકભાજીની છાલ તમારા ચહેરા પર લાવશે ગ્લો

સ્ટેપ 2: હવે તમારે કાજુ, કિસમિસ અને બદામને ખૂબ જ બારીક રીતે કાપવાના રહેશે. આ પછી તમારે તેમાં ડ્રાયફ્રૂટ્સને મિક્સ કરવાના રહેશે. હવે ચણાના લોટમાં તમારે થોડું પાણી નાંખવાનું રહેશે. હવે પાણી જેવું બળી જાય એટલે ગેસને બંધ કરી દો.

સ્ટેપ 3: જ્યારે ચણાનો લોટ થોડો ગરમ રહે ત્યારે તેમાં દળેલી ખાંડ તમારે ઉમેરવાની રહેશે. હવે તેમાં તમારે એલચી પાવડર મિક્સ કરવાનો રહેશે. આ મિશ્રણને હાથમાં લઈને લાડુ બનાવવા લાગો. તૈયાર કરેલા લાડુને એક થાળીમાં કાઢી લો, હવે તમારે તેમાં ઉપરથી પિસ્તા નાંખી શકો છો. તૈયાર છે તમારા દેશી ઘીના લાડુનો પ્રસાદ.