September 19, 2024

National Girl Child Day: છોકરા-છોકરીના ભેદભાવને દૂર કરે છે.

આજે પણ દેશ અને દુનિયામાં ઘણી જગ્યાએ છોકરા-છોકરી વચ્ચે ભેદભાવ જોવા મળે છે. દીકરીઓને તેમના તમામ અધિકારોથી વંચિત રાખવામાં આવે છે. સમાજમાં આવી પરિસ્થિતિઓને દૂર કરવા અને છોકરીઓને તેમના સન્માન અને અધિકારો વિશે જાગૃત કરવા દર વર્ષે 24 જાન્યુઆરીએ રાષ્ટ્રીય બાળ દિવસ 2024 ઉજવવામાં આવે છે. જો કે ભારતમાં આ દિવસનો ઈતિહાસ ઈન્દિરા ગાંધી સાથે જોડાયેલો છે.

પીએમ મોદીએ નેશનલ ગર્લ ચાઈલ્ડ ડે પર X પર એક પોસ્ટ કરી છે. જેમાં લખ્યું છેકે, 24 જાન્યુઆરી મહિલાઓને તેમના અધિકારો, સ્ત્રી શિક્ષણ અને આરોગ્યના મહત્વ વિશે જાગૃતિને પ્રોત્સાહન આપવા માટે મનાવવામાં આવે છે. 24 જાન્યુઆરી 2015માં વડાપ્રધાને બેટી બચાવ, બેટી પઢાવને રાષ્ટ્રીય સ્તરે લોન્ચ કર્યું હતું. આથી 22 જાન્યુઆરીને બેટી બચાવ, બેટી પઢાવના અભિયાન તરીકે પણ ઓળખવામાં આવે છે.

નેશનલ ગર્લ ચાઇલ્ડ ડેનો ઇતિહાસ
ભારતમાં નેશનલ ગર્લ ચાઈલ્ડ ડેનો ઈતિહાસ ઈન્દિરા ગાંધી સાથે જોડાયેલો છે. ઈન્દિરા ગાંધીએ 24 જાન્યુઆરી 1966ના રોજ વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. તેમણે લોકો સમક્ષ મહિલા સશક્તિકરણનું એક મહાન ઉદાહરણ રજૂ કર્યું હતું. દેશમાં પહેલીવાર એવું બન્યું કે કોઈ મહિલા વડાપ્રધાન બની હોય. તેથી 24 જાન્યુઆરીને નેશનલ ગર્લ ચાઇલ્ડ ડે તરીકે પસંદ કરવામાં આવ્યો. વર્ષ 2008માં મહિલા કલ્યાણ અને બાળ વિકાસ મંત્રાલયે ભારતમાં 24 જાન્યુઆરીને નેશનલ ગર્લ ચાઇલ્ડ ડે તરીકે ઉજવવાનું શરૂ કર્યું.

નેશનલ ગર્લ ચાઇલ્ડ ડેનો હેતુ
નેશનલ ગર્લ ચાઇલ્ડ ડેનો ઉદ્દેશ્ય સમાજમાં દીકરીઓ પ્રત્યેના ભેદભાવને દૂર કરવાનો અને તેમને સમાન દરજ્જો આપવાનો છે. આ દિવસ દીકરીઓને તેમની શક્તિની સાથે તેમના અધિકારો વિશે જાગૃત કરવાનો છે. ભારત સરકાર પણ દીકરીઓને શારીરિક, માનસિક અને આર્થિક રીતે મજબૂત બનાવવા માટે તમામ પ્રયાસો કરી રહી છે. આ માટે બેટી પઢાવો-બેટી બચાવો, સુકન્યા સમૃદ્ધિ યોજના, મહિલા સન્માન બચત પત્ર વગેરે જેવી વિવિધ યોજનાઓ ચલાવવામાં આવે છે. આ સિવાય ઘણા રાજ્યોમાં દીકરીઓ માટે અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવી રહી છે.