કકડતી ઠંડીમાં ઠઠરી ગયા દિલ્હીવાસીઓ… ફૂંકાયા ઠંડા પવનો, આપ્યું યલો એલર્ટ

Delhi: દિલ્હી-એનસીઆર સહિત લગભગ આખું ઉત્તર ભારત અત્યારે તીવ્ર ઠંડીના કારણે ઠરી રહ્યું છે. વરસાદ બાદ તાપમાનમાં ઘટાડો થતાં લોકો વધારે ઠંડી અનુભવવા લાગ્યા છે. દિલ્હીમાં ફૂંકાતા ઠંડા પવને લોકોની હાલત કફોડી બનાવી દીધી છે. ધુમ્મસમાં ઓછી વિઝિબિલિટીના કારણે ટ્રેનો અને વાહનોની ગતિ ધીમી પડી છે.
દિલ્હી-એનસીઆરનો આખો વિસ્તાર કોલ્ડવેવની ઝપેટમાં છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 10 જાન્યુઆરી સુધી દિવસ દરમિયાન કોલ્ડવેવની સ્થિતિ યથાવત રહેશે. 9મી અને 10મી જાન્યુઆરીએ ગાઢ ધુમ્મસની શક્યતા છે. આ પછી 11 અને 12 જાન્યુઆરીએ પણ હળવો વરસાદ થવાની સંભાવના છે. હવામાન વિભાગે એવી આગાહી પણ કરી છે કે આગામી દિવસોમાં હળવા ધુમ્મસ જોવા મળી શકે છે. જો કે, કેટલાક વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ પણ જોવા મળી શકે છે.
આ પણ વાંચો: લોસ એન્જલસના જંગલોમાં ભીષણ આગ, 30 હજાર લોકોને તાબડતોડ સ્થળાંતર કરવાની તૈયારી
હવામાન વિભાગે 9મી જાન્યુઆરી એટલે કે આવતીકાલ સુધી કોલ્ડવેવનું યલો એલર્ટ જાહેર કર્યું છે. આ સમયગાળા દરમિયાન મહત્તમ તાપમાન 16 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 6 થી 8 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહી શકે છે. 9મી અને 10મી જાન્યુઆરીએ ગાઢ ધુમ્મસની શક્યતા છે. 11 અને 12 જાન્યુઆરીએ હળવો વરસાદ પડી શકે છે. આ સમયગાળા દરમિયાન, મહત્તમ તાપમાન 16 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 8 ડિગ્રી સેલ્સિયસ રહેવાની ધારણા છે. જો કે રાહતની વાત એ છે કે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 13 જાન્યુઆરીથી હવામાન સાફ થઈ જશે.