February 11, 2025

ભૂકંપ બાદ તિબેટમાં હાહાકાર: હજારો મકાનો ધરાશાયી, 126 લોકોના મોત…

Tibet Earthquake Update: આજે તિબેટમાં 6.8 ની તીવ્રતા સાથેનો ભૂકંપ આવ્યો હતો, જેમાં 126 લોકો માર્યા ગયા હતા અને હજારો મકાનો તબાહ થઇ ગયા હતા. દ્રશ્ય એવું હતું કે બધે કાટમાળ દેખાતો હતો. ભૂકંપનું કેન્દ્ર માઉન્ટ એવરેસ્ટથી લગભગ 80 કિલોમીટર (50 માઈલ) ઉત્તરમાં હતું. ભૂકંપના કારણે પડોશી દેશો નેપાળ, ભૂતાન અને ભારતમાં પણ ઈમારતો ધ્રૂજી ગઈ હતી.

ચીન ભૂકંપ નેટવર્ક સેન્ટરે 10 કિમી (6.2 માઇલ)ની ઊંડાઇએ ટીંગરી કાઉન્ટીમાં ભૂકંપનું કેન્દ્ર હોવાનું જણાવ્યું હતું. તેને એવરેસ્ટ ક્ષેત્રનો ઉત્તરીય પ્રવેશદ્વાર કહેવામાં આવે છે. તિબેટ ફાયર એન્ડ રેસ્ક્યુ દ્વારા જાહેર કરવામાં આવેલ વિડીયોમાં જોવા મળે છે કે શિગાત્સે શહેરમાં ઘણા મકાનો ધરાશાયી થઇ ગયા છે.

150 થી વધુ Aftershocksથી પૃથ્વી ધ્રૂજી ગઈ
ટીંગરીના ગામોની સરેરાશ ઊંચાઈ લગભગ 4,000 થી 5,000 મીટર (13,000–16,000 ફૂટ) છે. ભૂકંપ દરમિયાન જોરદાર આંચકા અનુભવાયા હતા, ત્યારબાદ 4.4ની તીવ્રતાના 150થી વધુ આફ્ટરશોક્સ આવ્યા હતા. સોશિયલ મીડિયા પર જાહેર કરાયેલા એક વીડિયોમાં લાહટસે શહેરમાં ભૂકંપ પછીની સ્થિતિ દર્શાવવામાં આવી છે, જેમાં દુકાનો તૂટેલી છે અને શેરીઓમાં કાટમાળ પથરાયેલો છે.

હજારો ઘરો તબાહ થઇ ગયા
ન્યૂઝ એજન્સી સિન્હુઆ અનુસાર, ભૂકંપના કેન્દ્રના 20 કિલોમીટર (12 માઇલ)ની અંદર ત્રણ નગરો અને 27 ગામો છે. તેમની કુલ વસ્તી લગભગ 6,900 છે અને 1,000 થી વધુ ઘરો નાશ પામ્યા હતા. 1950 થી, લ્હાસા બ્લોકમાં 6 કે તેથી વધુની તીવ્રતાના 21 ભૂકંપ આવ્યા છે, જેમાંથી સૌથી મોટો ભૂકંપ 2017માં મેઇનલિંગમાં આવ્યો હતો જે 6.9 તીવ્રતાનો હતો.