October 5, 2024

હનુમાન ચેટબોટ લાવશે Gemini AI ઉપર સંકટ

અમદાવાદ: ChatGPT અને Gemini AIની અત્યાર સુધી હરીફાઈ થઈ રહી છે. ત્યારે હવે હનુમાન ચેટબોટ લોન્ચ થવા જઈ રહ્યું છે. તમને જણાવી દઈએ કે આ ચેટબોટ 11 ભારતીય ભાષાઓને સપોર્ટ કરશે. હનુમાન ચેટબોટની સાથે ઘણા AI મૉડલ પણ દેશમાં લોન્ચ થઈ શકે છે.

ચેટબોટની સેવા મફતમાં
Chat GPT અને Google Gemini AI સાથે સ્પર્ધા કરવા માટે હોમગ્રોન ચેટબોટ હનુમાન ટૂંક સમયમાં લોન્ચ થવાનું છે. જે તમામ અત્યાર સુધીના AI ટૂલને ટક્કર મારશે. તમને જાણીને નવાઈ લાગશે પરંતુ રિલાયન્સ આ ચેટબોટ વિકસાવી રહી છે. hatGPT અને Google Gemini AI પ્રીમિયમ સેવા માટે પૈસા વસૂલ કરી રહી છે. ત્યારે લોકોની અપેક્ષા છે કે રિલાયન્સ હનુમાન ચેટબોટની સેવા મફતમાં આપી શકે છે.

11 ભાષાઓમાં કામ કરશે
મળતી માહિતી અનુસાર રિલાયન્સનું પ્રથમ AI મોડલ 11 સ્વદેશી ભાષાઓને સપોર્ટ કરશે. ગવર્નન્સ, મોડલ હેલ્થ, એજ્યુકેશન અને ફાઇનાન્સ સેક્ટરને ભારે મદદ મળી રહેશે. હનુમાન ચેટબોટ મોડલ મોટા પાયાના ડેટામાંથી શીખીને કુદરતી અવાજ પ્રતિભાવ પેદા કરે છે. ઓપન એઆઈ અને ગૂગલ જેમિની એઆઈ સાથે સ્પર્ધા કરવા માટે રિલાયન્સ તરફથી આ એક સારી શરૂઆત છે. AI મોડલ દેશમાં વિકાસના તબક્કામાં હાલ છે.

AI ડોગ બનશે અંધ લોકોની દ્રષ્ટિ
સ્કોટલેન્ડની જેમ્સ વોટ સ્કૂલ ઑફ એન્જિનિયરિંગ કોલેજમાં અંધ લોકો માટે એક AI રોબોટ કૂતરો બનાવામાં આવ્યો છે. જે અંધ લોકોને ઘર અને બહાર બંને જગ્યાએ મદદ કરી શકે છે. મહત્વની વાત તો એ છે કે આ AI રોબોટના કારણે અંધ લોકોને મદદ મળી રહેશે. તમે આ રોબોટ ડોગને બોલીને આદેશ આપી શકો છો. આ રોબો તમારી વાત સાંભળીને તમે જે કમાન્ડ આપશો તે કાર્ય કરી આપશે. મહત્વની વાત એ છે કે જે લોકો અંધ છે તેના માટે ખુબ ફાયદાકારક કહી શકાય. કારણ કે જે પણ તેને કમાન્ડ આપવામાં આવશે તે આ કરી આપશે.