November 15, 2024

શરમજનક હાર પર કેપ્ટન હરમનપ્રીતે કહી આ વાત

T20 World Cup 2024: મહિલા ટી20 વર્લ્ડ કપ 2024માં ટીમ ઈન્ડિયા પહેલી મેચ હારી ગઈ છે. ટીમ ઈન્ડિયાની શરુઆત ખૂબ જ ખરાબ જોવા મળી હતી. 58 રનથી ટીમ ઈન્ડિયાની હાર થઈ હતી. હવે ટીમ ઈન્ડિયાને સેમીફાઈનલમાં પહોંચવું મુશ્કેલ બની જવાનું છે. આ શરમજનક હાર બાદ કેપ્ટન હરમનપ્રીત કૌર ખૂબ નિરાશ જોવા મળી હતી.

ટીમ માટે તે ખૂબ જ મુશ્કેલ
UAEમાં રમાઈ રહેલા T20 વર્લ્ડ કપ 2024માં ભારતીય મહિલા ક્રિકેટ ટીમની શરૂઆત ખરાબ જોવા મળી હતી. ભારતીય ટીમને ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં 58 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. હવે ભારતીય ટીમ માટે મુશ્કેલ બની જશે. આ શરમજનક હાર બાદ કેપ્ટન હરમનપ્રીત કૌર પણ ખૂબ જ નિરાશ જોવા મળી હતી. આ પછી તેણે નિવેદન આપ્યું હતું કે ટૂર્નામેન્ટની આ રીતે શરૂ થવાની આશા નહોતી.

આ પણ વાંચો: T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા પ્રથમ મેચ હારી, સેમીફાઈનલમાંથી બહાર થવાનો ખતરો

હરમનપ્રીત કૌરે આપ્યું નિવેદન
મહિલા ટી20 વર્લ્ડ કપ 2024માં ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં હાર બાદ હરમનપ્રીત કૌરે નિવેદન આપ્યું હતું. હરમનપ્રીત કૌરે કહ્યું કે અમારે આગામી મેચો પહેલા જોવાનું રહેશે કે આપણે કયા ક્ષેત્રોમાં સુધારો કરવાની જરૂર છે. એક સમયે જ્યારે તેણે શરૂઆત કરી ત્યારે મને લાગ્યું કે તે 180 રનની નજીક બનાવશે. અમે આ ટૂર્નામેન્ટમાં અપેક્ષા મુજબ શરૂઆત કરી શક્યા નથી. આ એક મોટી ટૂર્નામેન્ટ છે જ્યાં તમે આવી ભૂલો કરી શકતા નથી.