November 15, 2024

IND W vs PAK W: ભારત અને પાકિસ્તાન વચ્ચે આવો છે હેડ ટુ હેડ રેકોર્ડ

IND W vs PAK W: મહિલા T20 વર્લ્ડ કપ 2024માં ભારતીય ટીમને પહેલી જ મેચમાં હારનો સામનો કરવાનો વારો આવ્યો હતો. ન્યૂઝીલેન્ડ સામે 58 રનથી ટીમ ઈન્ડિયાની હાર થઈ હતી. હવે આવતીકાલે 6 ઓક્ટોબરે ભારતીય ટીમનો પાકિસ્તાન સામે મોટો મુકાબલો થવાનો છે. હવે ટીમ ઈન્ડિયાની નજર પાકિસ્તાનની ટીમ પર છે. ટીમ ઈન્ડિયાએ આ મેચ જીતવી ખુબ જરૂરી છે.

ઘણી આગળ જોવા મળી
ભારતની મહિલા ટીમ અને પાકિસ્તાનની મહિલા ટીમ વચ્ચે અત્યાર સુધીમાં ટોટલ 15 મેચ રમાઈ હતી. જેમાં ટીમ ઈન્ડિયાની 12 મેચમાં જીત અને પાકિસ્તાનની ટીમની 3 મેચમાં જીત થઈ છે. ટીમ ઈન્ડિયા પાકિસ્તાન આવી સ્થિતિમાં ભારતીય ટીમ ટી-20માં પાકિસ્તાન કરતા ઘણી આગળ જોવા મળી રહી છે. છેલ્લી વખત બંને ટીમો T20 વર્લ્ડ કપ 2022માં ટકરાયા હતા, જ્યારે ભારતીય ટીમે 7 વિકેટે મેચ જીતી હતી.

આ પણ વાંચો: T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા પ્રથમ મેચ હારી, સેમીફાઈનલમાંથી બહાર થવાનો ખતરો

મહિલા T20 વર્લ્ડ કપ માટે બંને ટીમોની ટીમ

ભારતીય મહિલા ટીમઃ શેફાલી વર્મા, દીપ્તિ શર્મા, જેમિમાહ રોડ્રિગ્સ, રિચા ઘોષ (વિકેટકીન), પૂજા વસ્ત્રાકર, હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (વાઈસ-કેપ્ટન), યાસ્તિકા ભાટિયા (વિકેટમેન), અરુંધતિ રેડ્ડી, રેણુકા સિંઘ, દયાલન હેમલતા , આશા શોભના, રાધા યાદવ, શ્રેયંકા પાટિલ, સજીવન સજના

પાકિસ્તાન મહિલા ટીમ: નિદા ડાર, ફાતિમા સના (c), આલિયા રિયાઝ, તુબા હસન, સદાફ શમાસ, મુનીબા અલી (wk), ગુલ ફિરોઝા, સિદ્રા અમીન, નશરા સંધુ, ડાયના બેગ, ઇરમ જાવેદ, ઓમાયમા સોહેલ, સૈયદા અરુબ શાહ, તસ્મિયા રૂબાબ