March 26, 2025

BCCIએ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ જાહેર કર્યો, આ ખેલાડીઓને લાગી લોટરી

BCCI Central Contract: BCCI આજે મહિલા સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની જાહેરાત કરી છે. BCCI એ મહિલા ક્રિકેટરોની સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ યાદીને 3 સિરીઝમાં વહેંચી છે. બોર્ડે ગ્રેડ A માં ત્રણ ખેલાડીઓ હરમનપ્રીત કૌર, સ્મૃતિ મંધાના અને દીપ્તિ શર્માના નામનો સમાવેશ થાય છે.4 ખેલાડીઓ એવા છે કે ગ્રેડ B માં પોતાનું સ્થાન બનાવવામાં સફળ રહ્યા છે. આવો જાણીએ તમામ માહિતી.

ગ્રેડ B અને C માં કોનો સમાવેશ થાય છે?
ગ્રેડ B માં સ્થાન મેળવનાર ખેલાડીઓમાં રિચા ઘોષ, રેણુકા ઠાકુર, જેમિમા રોડ્રિગ્સ અને શેફાલી વર્માનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તિતસ સાધુ, અરુંધતી રેડ્ડી, અમનજોત કૌર, ઉમા છેત્રી, યાસ્તિકા ભાટિયા, રાધા યાદવ, શ્રેયંકા પાટિલ,સ્નેહા રાણા અને પૂજા વસ્ત્રાકરનો ગ્રેડ C માં સમાવેશ કરવામાં આવ્યો છે.

આ 16 ખેલાડીઓને મળ્યું સ્થાન

ગ્રેડ A: સ્મૃતિ મંધાના, હરમનપ્રીત કૌર, દીપ્તિ શર્મા

ગ્રેડ B: રેણુકા સિંહ, જેમીમા રોડ્રિગ્સ, રિચા ઘોષ, શેફાલી વર્મા

ગ્રેડ C: અરુંધતી રેડ્ડી, અમનજોત કૌર, યાસ્તિકા ભાટિયા, રાધા યાદવ, શ્રેયંકા પાટિલ, તિતસ સાધુ, ઉમા છેત્રી, સ્નેહ રાણા, પૂજા વસ્ત્રાકર

આ પણ વાંચો: IPL 2025:સનરાઇઝર્સ હૈદરાબાદે તોડ્યો વર્લ્ડ રેકોર્ડ, T20 ક્રિકેટની દુનિયામાં કોઈ ટીમ આવું કરી શકી નથી

કોને કેટલા પૈસા મળશે?
ગ્રેડ A માં સમાવેશ કરેલા ખેલાડી હરમનપ્રીત કૌર, સ્મૃતિ મંધાના અને દીપ્તિ શર્માને 50-50 લાખ રુપિયા આપવામાં આવશે. ણુકા ઠાકુર, જેમિમા રોડ્રિગ્ઝ, રિચા ઘોષ અને શેફાલીને 30-30 લાખ રૂપિયા ઈનામ આપવામાં આવશે. ગ્રેડ C માં સમાવિષ્ટ તમામ 9 ખેલાડીઓને દર વર્ષે 10 લાખ રૂપિયા મળશે.