November 24, 2024

અટલ બિહારી વાજપેયીને હતો ક્રિકેટ પ્રત્યે અનહદ પ્રેમ

Atal Bihari Vajpayee:  16 ઓગસ્ટ, 2018 એ દિવસ છે જ્યારે ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીનું નિધન થયું હતું. આજે તેમની છઠ્ઠી પુણ્યતિથિ છે. આજના દિવસે દેશ તેમને યાદ કરી રહ્યો છે. અટલ બિહારી વાજપેયીને માત્ર રાજકારણ જ નહીં પસંદ પરંતુ તેની સાથે તેઓને કવિ, પત્રકાર અને ક્રિકેટના ક્ષેત્રે પણ રસ હતો. ભારત અને પાકિસ્તાન વચ્ચે કેટલાય વર્ષોથી સંબધો સારા નથી. પરંતુ તે અટલ બિહારી વાજપેયી હતા જેમણે ક્રિકેટને લઈને બંને દેશોને નજીક લાવવાનો પ્રયાસ કર્યો હતો.

સંબંધો સુધારવાનો પ્રયાસ કર્યો
વર્ષ 2004માં તત્કાલિન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ સાર્ક દેશોની બેઠક બોલાવીને પાડોશી દેશો સાથે સંબંધો સુધારવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં નક્કી થયું કે ટીમ ઈન્ડિયા પાકિસ્તાનનો પ્રવાસ કરે. આ એ સમયની વાત છે કે જે સમયે ક્રિકેટમાં કેપ્ટન સૌરવ ગાંગુલી હતો. ટીમ ઈન્ડિયાએ નક્કી કર્યું કે પાકિસ્તાન જશું. ભારતીય ટીમ 19 વર્ષ પછી પાકિસ્તાન જવાની હતી. તે સમયે બંને દેશો વચ્ચે પાંચ વનડે અને ત્રણ ટેસ્ટ મેચ રમાણી હતી. ટીમ ભારતમાં સચિન તેંડુલકર, રાહુલ દ્રવિડ અને વીરેન્દ્ર સેહવાગ જેવા મહાન ખેલાડીઓ પણ સામેલ હતા. ભારતે 3-2થી જીત મેળવી હતી. પાકિસ્તાની લોકો વાજપેયીથી એટલા પ્રભાવિત થયા હતા કે તેઓ તેમના પોસ્ટર લઈને વાજપેયીના નારા લગાવતા જોવા મળ્યા હતા.

આ પણ વાંચો: ઓલિમ્પિક મેડલ જીતવાની તૈયારી NCAમાં થશે?

ભારતીય ટીમને ગિફ્ટ
ટીમ ઈન્ડિયાની જીત થતા વડાપ્રધાન વાજપેયી વ્યક્તિગત રીતે તેમને મળવા ગયા હતા. આ સમયે વાજપેયીજીએ ટીમ ઈન્ડિયા સાથે એક કલાક સમય પ્રસાર કર્યો હતો. પરંતુ અટલ બિહારી વાજપેયીએ ટીમ ઈન્ડિયા માટે ગિફ્ટ પણ તૈયાર કરી દીધી હતી. આખી ટીમે પીએમને એક સહી કરેલું બેટ ભેટમાં આપ્યું હતું. જેમાં લખવામાં આવ્યું કે , ‘માત્ર રમત જ નહીં પરંતુ દિલ પણ જીતવા માટે શુભકામનાઓ.’