September 20, 2024

અશ્વિન અને જાડેજાએ તોડ્યો 24 વર્ષ જૂનો ઐતિહાસિક રેકોર્ડ

IND vs BAN: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ચેન્નાઈના મેદાન પર 2 મેચની ટેસ્ટ સિરીઝમાં ભારતીય ટીમે 144ના સ્કોર પર 6 વિકેટ ગુમાવી હતી. આ ટેસ્ટ મેચ દરમિયાન તે 15મી અડધી સદી પણ ફટકારવામાં સફળ રહ્યો હતો.

બોલિંગ કરવાનો નિર્ણય લીધો
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 2 મેચની ટેસ્ટ શ્રેણી આજથી શરૂ થઈ રહી છે. બાંગ્લાદેશની ટીમના કેપ્ટને ટોસ જીત્યો હતો. જે નિર્ણય આગળ જઈને ખરો સાબિત થયો હતો. ભારતીય ટીમે પ્રથમ દિવસના બીજા સત્ર સુધી 144 રનના સ્કોર સુધી 6 વિકેટ ગુમાવી દીધી હતી. યશસ્વી જયસ્વાલે 56 રનની ઇનિંગ રમી હતી. રવિન્દ્ર જાડેજા અને રવિચંદ્રન અશ્વિનની જોડીએ ટીમને આ નાજુક પરિસ્થિતિમાંથી બહાર કાઢી હતી.

આ પણ વાંચો: Video Viral: ધોનીના ગઢમાં લાગ્યા કોહલી-કોહલી’ના નારા

અશ્વિન અને જાડેજાએ તોડ્યો 24 વર્ષ જૂનો રેકોર્ડ
રવિચંદ્રન અશ્વિન અને રવિન્દ્ર જાડેજા બેટિંગ કરવા મેદાનમાં આવ્યા ત્યારે ચોક્કસ બાંગ્લાદેશના બોલરો પર દબાણ જોવા મળી રહ્યું હતું. જાડેજાએ પણ તેને સારો સાથ આપ્યો અને ટૂંક સમયમાં જ ટીમનો સ્કોર 200 રનને પાર થઈ ગયો હતો. બંનેએ સાથે મળીને 100 રનની ભાગીદારી કરી અને 24 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો હતો. સૌરવ ગાંગુલી અને સુનીલ જોશીના નામે સૌથી વધુ રનની ભાગીદારીનો રેકોર્ડ છે. જેમાં બંનેએ ઢાકા ટેસ્ટ મેચમાં 121 રનની ભાગીદારી કરી હતી.