March 16, 2025

મેદાનમાં ઉતરતાની સાથે જ અજિંક્ય રહાણે રચશે આ ઇતિહાસ

IPL 2025: ટીમ ઈન્ડિયાનો અનુભવી બેટ્સમેન અજિંક્ય રહાણે આઈપીએલ 2025માં ખાસ ભૂમિકામાં જોવા મળશે. જ્યારે અજિંક્ય રહાણેને KKR દ્વારા કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા જે જોઈને તમામ ક્રિકેટ ચાહકો ચોંકી ગયા હતા. ફ્રેન્ચાઇઝીએ વેંકટેશ ઐયરને 23.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો, જ્યારે તેમણે એસ્કેલ્ડ રાઉન્ડમાં રહાણેને માત્ર 1.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. ત્યારથી, એવું લાગતું હતું કે KKR IPL 2025 માટે વેંકટેશ ઐયરને કેપ્ટન તરીકે નિયુક્ત કરશે, પરંતુ એવું થયું નહીં.

આ પણ વાંચો: IPL 2025માં ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે આ 5 ક્રિકેટરો

IPL 2025માં અજિંક્ય રહાણે રચશે ઇતિહાસ
IPL 2025 ની શરૂઆત થોડા જ દિવસોમાં થવાની છે. પહેલી મેચ કોલકાતા અને બેંગ્લોર વચ્ચે રમાશે. આ મેચનું આયોજન કોલકાતાના ઇડન ગાર્ડન્સ મેદાનમાં થવાનું છે. રહાણે આઈપીએલ 2025 ની પહેલી મેચ રમતાની સાથે જ ઇતિહાસ રચી દેશે.તે IPLની આગામી સિઝનમાં આ લીગમાં ત્રણ અલગ અલગ ટીમોની કેપ્ટનશીપ કરનાર પ્રથમ ભારતીય કેપ્ટન બની જશે. રોહિત શર્મા (મુંબઈ ઇન્ડિયન્સ) અને વિરાટ કોહલી (રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર) એ તેમના IPL કારકિર્દી દરમિયાન ફક્ત એક જ ટીમની કમાન સંભાળી છે. જ્યારે એમએસ ધોનીએ બે ટીમોની કમાન સંભાળી છે. રહાણેને IPLમાં 25 મેચનો કેપ્ટનશિપનો અનુભવ છે.