November 14, 2024

ખ્યાતિ હોસ્પિટલ મામલે રચાયેલી કમિટીના મુખ્ય મેમ્બર સાથે ખાસ વાતચીત, જાણો શું કહ્યું…

અમદાવાદઃ ખ્યાતિ હોસ્પિટલ મામલે રચાયેલી કમિટીના મુખ્ય કમિટીના મેમ્બરે આ મામલે નિવેદન આપ્યું છે. ડો.પ્રકાશ મહેતાએ ન્યૂઝ કેપિટલ સાથે ખાસ વાચતીત કરી હતી. તેમણે જણાવ્યુ હતુ કે, ‘મેં આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.’

તેમણે જણાવ્યુ છે કે, ‘આરોગ્ય વિભાગે એકપ્ત ડોકટરની તપાસ કમિટીની રચના કરી છે. કમિટીએ પ્રાથમિક રિપોર્ટ તૈયાર કરી સરકારને સબમિટ કર્યો છે. રિપોર્ટમાં પૂરતી જાણકારી વગર દર્દીઓને હોસ્પિટલમાં બોલાવી એન્જિયોગ્રાફી કરી છે.’

તેઓ વધુમાં જણાવે છે કે, ‘હોસ્પિટલની વિઝિટ લઈને તપાસ કરવામાં આવી હતી. 19 દર્દીઓની એન્જિયોગ્રાફી કરવામાં આવી હતી. 7 દર્દીઓની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. આ એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવે તે બિનજરૂરી હતી. તેમાંથી ઘણી ખરી પ્રકિયા અયોગ્ય કરવામાં આવી હતી. PMJAY યોજનાનો લાભ લેવા આ એન્જિયોગ્રાફી કરી હતી અને સ્ટેન્ટ મૂક્યું હતું.’

તેઓ કહે છે કે, ‘મુત્યુ પામનારા 1 દર્દીને 40 ટકા બ્લોકેજ હતું. 80 ટકાથી વધારે બ્લોકેજ હોય તો જ સ્ટેન્ટ મૂકવામાં આવે છે. હોસ્પિટલે વધારે બ્લોક હોવાનું બતાવીને દર્દી સાથે ચેડાં કર્યા હતા. બીજા દર્દીની ધમનીમાં પણ વધારે બ્લોક હોવાનું દર્શાવ્યું હતું. હૃદયની ધમનીમાં બ્લોકેજ નહોતું, તે છતાં એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. સામાન્ય 80 ટકા બ્લોકેજ હોય તો જ સ્ટેન્ટ મૂકવામાં આવે છે. જેથી બિનજરૂરી સ્ટેન્ટ મૂકી એન્જિયોગ્રાફી કરવામાં આવી છે. હોસ્પિટલ સિલ કરીને તેનું રજિસ્ટ્રેશન રદ કરવું જોઈએ.’