December 9, 2024

અમદાવાદ: ખ્યાતિ હોસ્પિટલ મામલે દર્દીઓની સર્જરી કરનાર ડોકરટરની ધરપકડ

Ahmedabad: અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલમાં બે દર્દીઓનાં મોત મામલે દર્દીઓની સર્જરી કરનાર ડો. પ્રશાંત વજીરાણીની વસ્ત્રાપુર પોલીસે ધરપકડ કરી છે. ડો. પ્રશાંત વજીરાણીની બેદરકારીથી દર્દીનું મોત થયું હતું. ઓપરેશન બાદ મામલો સામે આવતા અન્ય ચાર ડોકટર ફરાર થઈ ગયા છે. જોકે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર ખ્યાતિ હોસ્પિટલમાં બે દર્દીઓના મોત બાદ રાજ્ય સરકાર અને પોલીસતંત્ર એક્શન મોડમાં છે. સતત તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. ત્યારે હવે આ ઘટનાને પગલે દર્દીઓની સર્જરી કરનાર ડો. પ્રશાંત વજીરાણીની વસ્ત્રાપુર પોલીસે ધરપકડ કરી છે. ડો. પ્રશાંત વજીરાણીની બેદરકારીથી દર્દીનું મોત થયું હતું. ઓપરેશન બાદ મામલો સામે આવતા અન્ય ચાર ડોકટર ફરાર થઈ ગયા છે. જોકે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. જોકે, ડોક્ટરની ધરપકડ કરી વસ્ત્રાપુર પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો: પિયુષ જૈનના હત્યા પહેલાના CCTV આવ્યા સામે, પોલીસકર્મીએ કરી હતી વિદ્યાર્થી હત્યા

ઉલ્લેખનીય છે કે, અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલની બેદરકારી આવી સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. કડી તાલુકાના બોરીસણા ગામનો બનાવ છે. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ દ્વારા ફ્રી સારવાર રાખવામાં આવી હતી. જે બાદ ફ્રી સારવાર માટે અમદાવાદ સારવાર કરવા બોલાવવામાં આવ્યા હતા. પરંતુ હોસ્પિટલમાં જાણ કર્યા વગર 19 લોકોની એન્જિયોગ્રાફી કરી તેમને સ્ટેન્ડ મૂકી દેવામાં આવ્યા હતા અને જેમાથી બે લોકોના મોત થતા ગામના લોકોમાં રોષ જોવા મળ્યો છે.