સ્કૂલો શરૂ થાય તે પહેલાં પૂરેપૂરી ફી ન વસૂલવા DEOનો આદેશ, ફરિયાદ મળતા સૂચના
આશુતોષ ઉપાધ્યાય, અમદાવાદઃ આગામી જૂનથી નવું શૈક્ષણિક સત્ર શરૂ થઈ રહ્યું છે. ત્યારે કોઈપણ સ્કૂલ દ્વારા પૂરી ફી ન વસૂલવા આદેશ કર્યો છે. અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીને શાળાઓ સ્કૂલ શરૂ થાય તે પહેલાં પૂરી ફી ભરવા દબાણ કરતી હોવાની ફરિયાદ મળી છે. ત્યારે આવી ખાનગી શાળાઓ ફી ભરવા વાલીઓને દબાણ નહીં કરવા માટે DEO દ્વારા આદેશ કર્યો છે. કોઈપણ સ્કૂલ માત્ર એક ટર્મની ફી વસૂલી શકે છે. ફી ભરવા વાલીઓને દબાણ કરવામાં આવશે તો કડક કાર્યવાહી કરવાનો આદેશ કર્યો છે. અમદાવાદની ડીવાઈન બર્ડ અંને માઉન્ટ કાર્મેલ સ્કૂલ દ્વારા પૂરી ફી વસૂલવા અંગે ફરિયાદ મળી હતી.
અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી રોહિત ચૌધરીએ ન્યૂઝ કેપિટલ સાથે વાતચીત કરતા જણાવ્યુ હતુ કે, ‘કોઈપણ સ્કૂલ FRCએ નિયત કરેલ ફીથી વધુ ફી લઈ શકશે નહીં, તેમજ નવું સત્ર શરૂ થાય તે પહેલાં કેટલીક શાળાઓ ફી ઉઘરવાનું શરૂ કરી દીધું છે. વાલીઓ પર પૂરી ફી ભરવા દબાણ કરી રહી છે. આ સ્કૂલો સામે ફરિયાદ મળી છે. આ સ્કૂલો તેમજ તે સિવાયની અન્ય સ્કૂલો ચેતી જાય તે જરુરી છે.’
આ પણ વાંચોઃ અમેરિકામાં અકસ્માત થતા આણંદની ત્રણ મહિલાના મોત, ડ્રાઇવર સારવાર હેઠળ
આ ઉપરાંત તેઓ જણાવે છે કે, ‘સત્ર શરૂ થાય તે પહેલાં વાલીઓને ફી ભરવા દબાણ કરવામાં આવશે તો આવી શાળાઓને નોટિસ આપી કાર્યવાહી કરશે. આ સાથે 10 હજારનો દંડ પણ વસૂલવામાં આવશે. હાલમાં અમદાવાદની માઉન્ટ કાર્મેલ અને ડી વાઈન બર્ડ સ્કૂલના વાલીઓએ ફી મામલે ફરિયાદ કરી છે. આ મામલે ફી માટે દબાણ ન કરવા માટે સ્કૂલને સૂચના આપવામાં આવી છે.’