અમદાવાદના એરપોર્ટ રોડ પર આવેલી તંદુર પેલેસ હોટેલમાં યુવતીની હત્યા, આરોપીની ધરપકડ

અમદાવાદઃ શહેરમાં વધુ એક હત્યાની ચકચારી ઘટના બની છે. એરપોર્ટ રોડ પાસે આવેલી તંદુર પેલેસ હોટેલમાં આ ઘટના બની છે. ત્યારે આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી પ્રમાણે, શહેરના એરપોર્ટ રોડ પર આવેલી તંદુર પેલેસ હોટેલની એક રૂમમાંથી યુવતીનો મૃતદેહ મળી આવ્યો છે. આ ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં યુવતીની હત્યા થઈ હોવાની જાણ થઈ હતી. ત્યારે હત્યારો ચિંતન વાઘેલા પણ ઝડપાયો છે.
પ્રાથમિક તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, યુવક અને યુવતી બંને પ્રેમી હોવાની આશંકા છે. આરોપી હત્યા કરીને નાસ્યો હતો તે સમયે મ્યુઝિકનો વધુ અવાજ આવતો હતો. આ મામલે હવે ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.