July 4, 2024

Rajkotના અગ્નિકાંડ બાદ પોરબંદરનું તંત્ર જાગ્યું

સિદ્ધાર્થ બુધદેવ, પોરબંદર: રાજકોટના અગ્નિકાંડ પછી પોરબંદર છાયા નગરપાલિકા દ્વારા ફાયરસેફટી અંગે ચેકિંગ કરવામાં આવ્યું છે. નગરપાલિકાએ ટીમ બનાવી બિલ્ડીંગો અને ખાનગી હોસ્પિટલોનું ચેકિંગ શરૂ કર્યું છે.

નોટિસ ફટકારી
અધિકારીઓએ જણાવ્યું કે પહેલા પણ અનેક બિલ્ડીંગો અને સિનેમાઘરોને નોટિસ ફટકારવામાં આવી હતી. આજે ફાયરબ્રિગેડ ટીમ દ્વારા શ્રી હોસ્પિટલ, આસ્થા ચિલ્ડ્રન હોસ્પિટલ, ન્યૂ લાઇફ હોસ્પિટલ, ડો. નાણાવટીની હોસ્પિટલ અર્પણ હોસ્પિટલ, આનંદ સર્જીકલ અને મેટરનીટી જેવી ખાનગી હોસ્પિટલોને નોટિસ ફટકારી છે. ચેકિંગમાં જોવા મળ્યું કે આ હોસ્પિટલોનું ફાયર NOC રીન્યુ નહીં થયું હોવાથી આકરા પગલાં લેવાયા છે.

ફાયર સેફટીમાં સુધારો
5 ખાનગી હોસ્પિટલોમાં ચેકિંગ પછી, ત્રણ હોસ્પિટલોને ફાયર સેફટીમાં સુધારો કરવા માટે 24 કલાકનો સમય આપવામાં આવ્યો છે. જ્યારે આનંદ સર્જીકલ અને મેટરનીટી હોસ્પિટલને NOC ન હોવાના કારણે તાત્કાલિક બંધ કરાવવામાં આવી છે. રાજકોટમાં બનેલી દુર્ઘટના બાદ રાજ્યમાં દરેક જિલ્લામાં તંત્ર એક્શનમાં આવ્યું છે.

આ પણ વાંચો: તક્ષશિલા અગ્નિકાંડઃ પાંચ વર્ષ સુધી કેસ કેમ ચાલ્યો? જાણો ચોંકવનારું કારણ

શું હતી રાજકોટમાં બનેલી સમગ્ર ઘટના?
25 મે, 2024ના દિવસે સાંજે રાજકોટના કાલાવડ રોડ પર આવેલા TRP ગેમઝોનમાં ભીષણ આગ લાગી હતી. આ આગમાં અત્યાર સુધીમાં 28નાં મોત થયા છે અને મોટી માત્રામાં લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. આગને પગલે ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લીધી છે. મૃત્યુઆંક હજી વધી શકે છે. આગને પગલે 5 કિલોમીટર દૂર ધૂમાડાના ગોટેગોટા દેખાતા હતા. મહત્વનું છે કે, ખાલી એક કલાકમાં જ 24 મૃતહેદો હોસ્પિટલની અંદર પહોંચ્યા હતા. જેને લઈ આખી હોસ્પિટલ મૃતહેદોની છાવણીમાં ફેરવાઈ ગયું હતું. મહત્વનું છે કે, ગેમઝોન પાસે ફાયર NOC જ નહોતી.