September 21, 2024

શાળાના બાળકોને કરાયું સાયકલ વિતરણ, 3000 વિદ્યાર્થીઓને મળ્યો લાભ

નવસારી: દહેજ ખાતે LNGના સૌથી મોટી આયાતકાર કંપની પેટ્રોનેટ દ્વારા નવસારી શહેરમાં 3,000થી વધુ વિદ્યાર્થીનીઓને શાળાએ જવા માટે સમસ્યા ન સર્જાય તેને ધ્યાનમાં રાખીને સાયકલ વિતરણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જેમાં સીઆર પાટીલ વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતમાં ડ્રોપ આઉટ રેસીયો ઘટાડવાના શુભ સાથે સાયકલ વિતરણ કરવામાં આવી છે.

ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષણનો વ્યાપ એ ગ્રામ્ય વિસ્તારમાં વસતા લોકોના શિક્ષણને આગળ લઈ જવા માટે મહત્વનો મુદ્દો છે. ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓમાં થઈ રહેલો ડ્રોપ આઉટ રેસીયો ઘટાડવા માટે રાજ્ય સરકારે વિવિધ કાર્યક્રમો હાથ ધર્યા છે જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂઆત કરેલી સાયકલ વિતરણ પદ્ધતિને પણ આગળ વધારી છે દહેજની પેટ્રોનેટ કંપનીના પી એસ આર ફંડ માંથી સાયકલ વિતરણ કરવામાં આવી હતી જેને લઈને વિદ્યાર્થીઓનું માં ખુશીની લાગણી જતી હતી.

શિક્ષણનો ડ્રોપ આઉટ રેસીયો ખૂબ મહત્વનો અને વિદ્યાર્થીઓના શિક્ષણને અસર કરતો મુદ્દો છે જેમાં ગ્રામ્ય વિસ્તારમાં ડ્રોપ રેસીઓને ઘટાડવા માટે રાજ્ય સરકારે વિવિધ પ્રયત્નો કર્યા છે પરંતુ સફળતા માટે વિવિધ પગલાંઓ ભરવામાં આવ્યા છે જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાયકલ વિતરણ કાર્યક્રમનું આયોજન કર્યું હતું જેમાં એ જ પ્રયોગને સીઆર પાટીલે પેટ્રોલનેટ કંપની સાથે મળીને સીએસઆર ફંડ માંથી 3,000 જેટલી સાયકલ ગ્રામ્ય વિસ્તારની વિદ્યાર્થીઓને આપી છે જેનાથી વિદ્યાર્થીનીઓને શાળાએ જવા માટે સરળતા રહેશે.