Yuzvendra Chahalને હરિયાણા સરકાર તરફથી મળ્યું સન્માન
Yuzvendra Chahal: ભારતીય ક્રિકેટ ટીમે T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીતી લીધો છે. આ સમયે 29 જૂને બાર્બાડોસની ધરતી પર દક્ષિણ આફ્રિકાને હરાવીને ટાઈટલ જીત્યું હતું. આ સમયે સ્ટાર સ્પિનર યુઝવેન્દ્ર ચહલ પણ ટીમનો ભાગ હતો. જેના કારણે તેને હરિયાણાના સીએમ નાયબ સિંહ સૈનીએ સન્માનિત કર્યો છે. સીએમ ગુરુગ્રામના પ્રવાસે છે જ્યાં ચહલ તેના પરિવાર સાથે તેને મળવા આવ્યો હતો.
વીડિયો થયો વાયરલ
ભારતીય ટીમે T20 વર્લ્ડ કપ 2024ની ફાઈનલ મેચમાં સાઉથ આફ્રિકાને 7 રનથી હરાવી દીધું છે. 17 વર્ષની રાહ બાદ ટીમ ઈન્ડિયાએ આ જીત પ્રાપ્ત કરી છે. જે બાદ તમામ ખેલાડીઓનું સન્માન કરવામાં આવી રહ્યું છે. યુઝવેન્દ્ર ચહલે 11 જુલાઈ 2024 ના રોજ ગુરુગ્રામમાં હરિયાણાના સીએમ નાયબ સિંહ પાસેથી સન્માન મેળવ્યું હતું. આ સમયે ચહલને એક ખાસ ભેટ આપી હતી. જેનો વીડિયો વાયરલ થયો હતો.
#WATCH | Gurugram | Haryana CM Nayab Singh Saini felicitates Indian Cricket Team player Yuzvendra Chahal, who was a part of the ICC T20I World Cup winning team. pic.twitter.com/ituCp0Hu8W
— ANI (@ANI) July 11, 2024
આ પણ વાંચો: ભારતીય કેપ્ટન તરીકે Shubman Gill આ ખાસ ક્લબનો ભાગ બન્યો
મુખ્યમંત્રી તરફથી સન્માન
યુઝવેન્દ્ર ચહલને T20 વર્લ્ડ કપ 2024ની ચેમ્પિયન ટીમનો ભાગ બનવા બદલ સન્માન આપવામાં આવ્યું છે. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. મુખ્યમંત્રીએ પહેલા ચહલને વર્લ્ડ કપ વિજેતા મેડલથી સન્માનિત કર્યા અને પછી શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું. આ સમયે તેના માતા-પિતા હાજર હતા. ચહલના પ્રદર્શનની વાત કરવામાં આવે તો IPL 2024માં 15 મેચમાં બોલિંગ કરી હતી અને 30.33ની એવરેજથી 18 વિકેટ ઝડપી હતી.