October 7, 2024

હાર્દિક સાથે છૂટાછેડાના સમાચાર વચ્ચે નતાશાએ મૌન તોડ્યું

Hardik Pandya Natasa Stankovic: નતાશા અને હાર્દિક પંડ્યાના છૂટાછેડાના સમાચાર ખુબ ફેલાઈ રહ્યા છે. હવે નતાશાએ છૂટાછેડાના સમાચાર પર પોતાનું મૌન તોડ્યું છે. જેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

ચારિત્ર્ય પર સવાલ ન કરો
આઈપીએલ 2024 જ્યારથી શરૂ થઈ હતી. ત્યારથી જ હાર્દિક અને નતાશાના છૂટાછેડાના સમાચારની ચર્ચા થઈ રહી છે. તેમને લઈને ઘણી ચર્ચાઓ તઈ રહી છે. હાર્દિકની સંપત્તિને લઈને પણ અનેક પ્રકારના સમાચારો વાયરલ થયા હતા. હવે આખરે નતાશાએ આ વિશે મોન તોડ્યું છે. જેનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં નતાશા લોકોને વિનંતી કરી રહી છે કે જ્યાં સુધી તેમની પાસે સંપૂર્ણ માહિતી ન હોય ત્યાં સુધી કોઈના ચારિત્ર્ય પર સવાલ ન કરો.

આ પણ વાંચો: ભારતીય કેપ્ટન તરીકે Shubman Gill આ ખાસ ક્લબનો ભાગ બન્યો 

શું કહ્યું નતાશાએ
વાયરલ વીડિયોમાં નતાશાએ કહ્યું કે હું બેસીને કોફીની મજા માણી રહી હતી. લોકો કોઈના પાત્રને ખૂબ જ ઝડપથી જજ કરી લે છે. જે લોકોને ખબર પણ નથી કે શું થયું છે તેઓ પણ ખોટી વાત કરે છે. મહેરબાની કરીને કોઈના ચારિત્ર્યનો આટલો ઝડપથી નિર્ણય ન કરો, થોડી સહાનુભૂતિ બતાવો અને થોડી ધીરજ પણ રાખો. આ પહેલા એક વીડિયો નતાશાએ શેર કર્યો હતો. જેમાં તેણે કહ્યું કે ભગવાન હંમેશા ખરાબ સમયમાં તમારી સાથે હોય છે. જ્યારે પણ વ્યક્તિ ખરાબ સંજોગોમાંથી પસાર થાય છે ત્યારે તેનું મનોબળ ભાંગવા લાગે છે. પરંતુ ભગવાન હંમેશા તમારી સાથે જ છે.