November 24, 2024

વિવાદ બાદ ફરીથી મહીસાગરના પરથમપુર ગામે મતદાન પૂર્ણ, 6 વાગ્યા સુધીમાં 71.33% મતદાન

મહિસાગર: લોકસભા ચૂંટણીમાં મહિસાગરના પરથમપુર ગામે મતદાનને લઇને વિવાદ વકર્યો હતો જે બાદ ફરીથી મતદાન કરાવવા માટે નિર્ણય લેવામાં આવ્યો હતો. જ્યારે આજે મહીસાગરના પરથમપુર ગામે મતદાન પૂર્ણ થયું છે. 220 નંબર ના બુથ 5 પર 6 વાગયા સુધી માં 71.33% મતદાન થયું છે. નોંધનીય છે કે બુથ કેપ્યચરિંગને લઈ ફરીથી મતદાન કરાવવામાં આવ્યું છે.

મળતી માહિતી અનુસાર બીજેપી નેતાના પુત્રએ મતદાનના દિવસે બુથમાં લાઇવ કેપ્ચરિંગ કર્યું હતું જેને લઇને અનેક વિવાદ થયા હતા. જે બાદમાં મહિસાગરના પરથમપુર ગામે ફરીથી મતદાન કરવા અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો. જ્યારે આજે પરથમપુર ગામે શાંતિ પૂર્ણ મતદાન પૂર્ણ થયું છે.

ઉલ્લેખનીય છે કે, મહિસાગરના પરથમપુર ગામમાં બૂથ કેપ્ચરિંગ થયું હોવાનું સામે આવ્યું હતું. જેમાં ભાજપ નેતાના પુત્ર વિજય ભાભોરે બૂથમાં ઘૂસી EVM કેપ્ચર કર્યું હતું. વિજય ભાભોરે પોતાના સોશિયલ મિડિયા પ્લેટફોર્મ પર આખી ઘટના લાઇવ પણ કરી હતી. જોકે આ ઘટના બાદ ચૂંટણી પંચે આ મામલે મોટો નિર્ણય લીધો છે અને પરથમપુર ગામમાં ફરીથી મતદાન કરાવવાનો નિર્ણય લીધો છે.

ખરેખરમાં વિજય ભાભોરે સાથે અન્ય લોકો સાથે મળીને બીજેપી ઉમેદવાર માટે બોગસ વોટિંગ કરતા હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. વિજય ભાભોરે બૂથના અધિકારી કર્મચારીઓને અપશબ્દો પણ કહ્યા હતા. કાયદા કે ચૂંટણી પંચનો જાણે કોઈ ખોફ જ હોય તેમ બીજેપી નેતાના પુત્રએ બૂથને હાઇજેક કર્યું હતું. જે બાદ પોતે જ લાઈવમાં આ બતાવ્યું હતું. ત્યાર બાદ વીડિયો વાયરલ થતાની સાથે વિજય ભાભોરે સોશિયલ મીડિયા પરથી ડિલિટ કર્યો હતો.

આ ઘટના બાદ દાહોદ બેઠકના કોંગ્રેસ ઉમેદવાર ડૉ.પ્રભાબેન તાવિયાડે કલેકટરને ફરિયાદ કરી હતી. કલેકટર અને જિલ્લા ચૂંટણી અધિકારીએ તપાસ શરૂ કરી હતી. સોશીયલ મીડિયા પર બુથ કેપ્ચરિંગનો વીડિયો વાયરલ થતા સમગ્ર મામલો મુખ્ય ચૂંટણી પંચ સમક્ષ આવ્યો હતો. જેમાં મુખ્ય ચૂંટણી અધિકારીએ તપાસના આદેશ આપ્યા હતા. સ્થાનિક રિટનીગ ઓફિસર તપાસ કરીને સમગ્ર રિપોર્ટ ઇલેક્શન કમિશનને જમા કરાવે તેવા આદેશ આપવામાં આવ્યા છે.