News 360
March 18, 2025
Breaking News

દ્વારકામાંથી 5 બાંગ્લાદેશી મહિલા ઝડપાઈ, હિન્દુઓ સાથે લગ્ન કરવાનું હતું કાવતરું

Dwarka News: બાંગ્લાદેશ બોર્ડરથી ભારતમાં ગેરકાયદેસર ઘુસણખોરી કરી દ્વારકા આવી ગયેલ 5 મહિલાઓને એસ.ઓ.જી. દેવભૂમિ દ્વારકા પકડી પાડવામાં આવી છે. જે બાંગ્લાદેશી નાગરીક હોવાની કબુલાત કરી હતી. ,ભારતમાં પ્રવેશવા અંગે પાસપોર્ટ, વિઝા તથા અન્ય ભારતના દસ્તાવેજ રજુ કરવા જણાવતા પોતાની પાસે કોઈ દસ્તાવેજ નહિં હોવાનું જણાવ્યું હતું. તેઓના મોબાઇલ ફોન ચેક કરતા બાંગ્લાદેશી દસ્તાવેજના ફોટાઓ અને બાંગ્લાદેશી મોબાઇલ નંબરો મળી આવેલ જેથી તમામ મહીલાઓને વધુ પુછપરછ અર્થે તાત્કાલીક ડિટેઇન કરી રીસ્ટ્રીક્શન હેઠળ રાખવા અંગેની કાર્યવાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો: સુરતમાં માવના કોડવર્ડના આધારે ચાલતા નકલીનોટના વેપારનો પર્દાફાશ

ભારતીય નામ રાખી દીધા
ભારતમાં પ્રવેશ્યા બાદ અગાઉથી ભારતમાં રહેતા બાંગ્લાદેશીઓની મદદથી અલગ અલગ ભાગમાં વસવાટ કરવામાં આવે છે ભારતમાં રહેલ બાંગ્લાદેશી અને અમુક ચોક્કસ લોકો દ્વારા છુટક મજુરીનુ કામ તેમજ રહેવા માટેની વ્યવસ્થા પુરી પાડવામાં આવે છે. કાયમી વસવાટ કરી શકે તે માટે ભારતના નાગરિક સાથે લગ્ન કરી અન્ય ભારતીય નામ ધારણ કરી લેવામાં આવતું હતું અમુક મહિલાઓ અંદાજિત છેલ્લા 7 થી 10 વર્ષથી ભારતમાં વસવાટ કરેલ છે તેવું ધ્યાન પર આવ્યું છે.