સુરત વિદ્યાર્થીનીના આપઘાત મામલે પોલીસનો કર્યો આ ચોંકાવનારો ખુલાસો
Surat Crime: સુરતના આદર્શ પબ્લિક સ્કૂલમાં વિદ્યાર્થીનીને ટોર્ચર કરવાનો મામલે વધુ એક માહિતી સામે આવી છે. જેમાં 81 મિનિટ સુધી વિદ્યાર્થીને ફી બાબતે કોમ્પ્યુટર લેબમાં બેસાડવામાં આવી હતી. તો બીજી બાજૂ પોલીસ તપાસમાં મોટો ખુલાસો થયો છે. તપાસ સામે આવ્યું કે વિદ્યાર્થીનીએ અન્ય કારણોસર આપઘાત કર્યો છે. શાળા દ્વારા ફી બાબતે વિદ્યાર્થીને ટોર્ચર કરવામાં આવ્યું નથી.
આ પણ વાંચો: સતત હારથી નિરાશ ગૌતમ ગંભીર માતાજીના દર્શન કરવા પહોંચ્યા
પોલીસ તપાસમાં મોટો ખુલાસો
પોલીસની પ્રાથમિક તપાસમાં મોટો ચોંકાવનારો ખુલાસો થયો છે. તપાસ સામે આવ્યું કે વિદ્યાર્થીનીએ અન્ય કારણોસર આપઘાત કર્યો છે. શાળા દ્વારા ફી બાબતે વિદ્યાર્થીને ટોર્ચર કરવામાં આવ્યું નથી. ઘણા વિદ્યાર્થીઓની ફી બાકી હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આ બાબતે ન્યુઝ કેપિટલની ટીમે શાળાને સવાલો પૂછવા પહોંચી હતી. પરંતુ આ સમયે પણ બોલવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. અમારી પાસે તમામ પુરાવા છે અને તે પોલીસને અમે આપ્યા છે. પોલીસ દ્વારા શાળા સંચાલકો સામે કોઈ પણ પ્રકારનો ગુનો દાખલ કરાયો નથી. બીજી તરફ ABVPના કાર્યકર્તાઓને પણ શાળા દ્વારા બરાબર જવાબો ન આપવામાં આવ્યા હતા.