January 4, 2025

આ 3 રીતે ઈંડાનો વાળમાં કરો ઉપયોગ, આ રહી માસ્ક બનાવાની રીત

Hair Care Tips: વાળને લગતી સમસ્યા હોય ત્યારે લોકો ચોક્કસ એવું કહેતા હોય છે કે વાળમાં ઇંડા નાંખો. પંરતુ તેને કેવી રીતે નાંખવા અને શું મિક્સ કરીને વાળમાં લગાવી શકાય તેની માહિતી મોટા ભાગના લોકોને હોતી નથી. ત્યારે અમે તમારા માટે આ વિશેની માહિતી લઈને આવ્યા છીએ. જેની મદદથી તમે વાળને મજબૂત કરી શકો છો અને તમારા વાળને લાંબા સમય સુધી સ્વસ્થ પણ રાખી શકો છો.

ઓલિવ તેલ અને ઇંડા
ઇંડાની વાત કરવામાં આવે તો તેમાં તમનેપ્રોટીન, બાયોટેક અને ફેટી એસિડ મળી આવે છે. જે તમારા વાળને મજબૂત કરવામાં મદદ કરે છે. ઓલિવ તેલ તમારા વાળમાં ભેજ રાખવા માટે મદદ કરે છે અને માથાની ચામડીને સ્વસ્થ રાખે છે. આ પેસ્ટ બનાવવા માટે તમારે ચામડીને સ્વસ્થ રાખે ઇંડું લો. હવે તમારે તેમાં ઓલિવ ઓઈલ મિક્સ કરવાનું રહશે. આ પછી જો મધ નાંખવાની ઈચ્છા હોય તો તમે તેને એડ કરી શકો છો. 20 થી 30 મિનિટ સુધી તેને રાખો અને આ પછી તમારે તેને ને હુંફાળા પાણીથી વાળને સાફ કરી લેવાના રહેશે.

સાદા ઈંડાનો ઉપયોગ કરો
વાળમાં તમારે ઈંડું લગાવવું હોય તો તમે સાદા ઇંડાનો ઉપયોગ કરી શકો છો. ઇંડામાં પ્રોટીન હોય છે જે તમારા વાળને મજબૂત બનાવવામાં મદદ કરે છે. એક બાઉલમાં ઇંડા લો. સફેદ અને પીળા ભાગને લઈને સારી રીતે મિક્સ કરી દો. આ પેસ્ટને તમારા વાળમાં લગાવો. જો તમે લીંબુનો રસ ઉમેરવા માંગો છો તો તમે તેને એડ કરી શકો છો. આ લગાવીને 20 થી 25 મિનિટ સુધી રાખવાનો રહેશે. આ પછી તમારે હૂંફાળા પાણીથી વાળને સાફ કરી લેવાના રહેશે.

આ પણ વાંચો: નીતિશ રેડ્ડીના પિતાએ સુનીલ ગાવસ્કરના પગને કર્યો સ્પર્શ, વીડિયો થયો વાયરલ

ઈંડું અને એલોવેરા
એલોવેરા વાળમાં ભેજ રાખવા માટે મદદ કરે છે. તેને લગાવવાથી વાળ નરમ રહે છે. આ પેસ્ટ બનાવવા માટે તમારે એક બાઉલમાં 2 ઈંડા લો અને એલોવેરા જેલ નાંખો. તેને મિક્સ કરીને તમારા વાળમાં લગાવી દો. 20 થી 25 મિનિટ સુધી રાખવાનો રહેશે. આ પછી તમારે હૂંફાળા પાણીથી વાળને સાફ કરી લેવાના રહેશે.