November 14, 2024

સુરતમાં ડિલિવરી પછી પાંચ કલાક બાદ પરિવારને મૃત બાળક સોંપાયું, પરિવારે કર્યો હોસ્પિટલ સામે આક્ષેપ

Surat News: સુરતના ગોડાદરા વિસ્તારમાં આવેલી આસપાસ મલ્ટીકેર હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી છે. ડિલિવરી બાદ બાળક પરિવારને સોંપવામાં આવ્યું ન હતું. પાંચ કલાક બાદ પરિવારને કહેવામાં આવ્યું હતું કે બાળકનું મોત થયું છે. આ મામલે પીડિત પરિવારે હોસ્પિટલ પર ઘોર બેદરકારીનો આક્ષેપ કર્યા છે.

બાળકને મૃત હાલતમાં સોંપ્યું
મહિલાને પ્રસુતિની પીડા ઉપડ્યા બાદ ડિલિવરી માટે આસપાસ મલ્ટીકેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ડિલિવરી બાદ પાંચ કલાક સુધી પરિવારને બાળક અંગે હોસ્પિટલ દ્વારા કોઇ જ માહિતી આપવામાં ન આવી હતી. પાંચ કલાક પછી બાળકના પિતાને હોસ્પિટલ બોલાવ્યા હતા. પાંચ કલાક બાદ હોસ્પિટલ તંત્રએ પિતાના હાથમાં બાળકને સોંપ્યું હતું પરંતુ તે મૃત હાલતમાં હતું.

આ પણ વાંચો:India vs South-Africa સિરીઝ પહેલા ભારતીય ટીમને મોટો ફટકો, આ ખેલાડી ઈજાગ્રસ્ત

પરિવારે કર્યો આક્ષેપ
મહિલાને મલ્ટીકેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. બાળકનો જન્મ થયાના પાંચ કલાક પછી પણ હોસ્પિટલે કોઈ માહિતી બાળકના પરિવારને આપી ના હતી. 5 કલાક પછી બાળકને તેના પરિવારને સોંપવામાં આવે તો છે પરંતુ બાળક મૃત હાલતમાં હતું. હોસ્પિટલ દ્વારા ડિલિવરી બાદ પરિવારને જણાવવામાં આવ્યું ન હતું કે બાળક જીવે છે કે મૃત છે, તેવા આક્ષેપો પીડિત પરિવાર દ્વારા કરવામાં આવ્યા છે.