December 4, 2024

નીતિન પટેલે વાવ બેઠકને લઈને આપ્યું નિવેદન

Nitin Patel: વાવ બેઠકની ચૂંટણીને લઈને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નિવેદન આપ્યું છે. અમારી સરકારે છેવાડાનાં વિસ્તારમાં વિકાસના કામ કર્યા છે. નીતિન પટેલે કહ્યું કે વિપક્ષ ખોટા આક્ષેપ કરે છે પ્રજાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યો છે.

વાવ બેઠકને લઈને આપ્યું નિવેદન
ચોર્યાસી સમાજના ભવનના ઉદ્ઘાટન કાર્યક્રમમાં વાવ બેઠકને લઈને નીતિન પટેલે નિવેદન આપ્યું છે. વાવમાં ખેડૂત લક્ષી સાર્વે સમાજ લક્ષી યોજના અમારી સરકારે આપી છે. નીતિન પટેલે કહ્યું કે વાવ વિધાનસભાના બીજેપીનાં ઉમેદવાર જીતશે. અમારી સરકારે છેવાડાનાં વિસ્તારમાં વિકાસના કામ કર્યા છે અને વિપક્ષ ખોટા આક્ષેપ કરે છે પ્રજાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યો છે.

આ પણ વાંચો: સુરતમાં ડિલિવરી પછી પાંચ કલાક બાદ પરિવારને મૃત બાળક સોંપાયું, પરિવારે કર્યો હોસ્પિટલ સામે આક્ષેપ

કુપોષણ મુદ્દે નીતિન પટેલનું નિવેદન
કુપોષણ મુદ્દે નીતિન પટેલનું નિવેદન આપ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની યોજના હેઠળ મફત અનાજ આપવામાં આવે છે. શાળાઓમાં મધ્યાહન ભોજન યોજના છે. બાળકો થી લઈ ગર્ભવતી માતાઓ માટે વિના મૂલ્ય આહાર અમારી સરકાર આપે છે. નીતિન પટેલે કહ્યું કે જુદા જુદા કારણોસર કુપોષણ હોઇ શકે છે. અમારી સરકાર તમામ મુદ્દે કાર્યરત છે.