December 26, 2024

નવસારીના ચીખલી ખાતે પ્રથમવાર યોજાયો ઐતિહાસિક ટ્રાયબલ ટ્રેડ ફેર

જીગર નાયક, નવસારી: નવસારીના ચીખલી તાલુકામાં આવેલા સુરખાઈ ગામે સૌપ્રથમ વાર ત્રણ દિવસ માટે ઐતિહાસિક ટ્રાયબલ ટ્રેડ ફેરની આજથી શરૂઆત થઈ છે. કાર્યક્રમમાં રાજ્યના આદિજાતિ વિકાસ પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ વિભાગના મંત્રી ડો. કુબેર ડીંડોર સહિત વલસાડના સાંસદ ધવલ પટેલ હાજર રહ્યા હતા. આદિવાસી યુવાનો સ્કીલ બેઝ વ્યવસાયિક સફળતા મેળવવા સાથે નોકરીની વિપુલ તકોનો લાભ લે તેમજ ઉદ્યોગ ધંધા શરૂ કરવા માટે ક્યાંથી શરૂઆત કરે તેવા પ્રશ્નોના જવાબ મેળવવા માટે આ ટ્રેડ ફેરમાં મોટી સંખ્યામાં યુવાનોએ મુલાકાત લીધી હતી.

આ કાર્યક્રમમાં સરકારના વિવિધ એકમો દ્વારા માર્ગદર્શન માટે ખેતીવાડી,બાગાયતી પ્રાકૃતિક ખેતી, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, આદિજાતિ વિભાગ, શ્રમ અને રોજગાર વિભાગ,Triefed, બેન્કના બોર્ડ વગેરે એકમોના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા છે, અને તેમના દ્વારા નાણાકીય જોગવાઈ કેવી રીતે મેળવી શકાય, તે અંગેનો વ્યાપાર ધંધામાં આગળ વધવા માટે આયોજન, માર્ગદર્શન અને તાલીમ પણ આપવાની શરૂઆત થઈ છે. આજથી શરૂ થયેલો ત્રણ દિવસિય આ ટ્રાયબલ ટ્રેડ ફેરમાં નવ–યુવાનોમાં ઉત્સાહ અને મેળામાં મુલાકાત લેવા આશરે 50,000થી વધુ લોકો ઉપસ્થિત રહેશે તેમજ આયોજકો દ્વારા 240થી વધુ સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમમાં આદિવાસી સમાજની પ્રાચીન સંસ્કૃતિ એવી સાંજે વિવિધ સંસ્કૃતિને આધીન ઘેરીયા નૃત્ય, માદળનૃત્ય, તારપા નૃત્ય, કાહળી, તુર તેમજ ડાંગી નૃત્ય પણ જોવા મળશે. સાથે આ પ્રસંગે શિક્ષણ મંત્રી દ્વારા અમુક વાતોને ટકોર કરવામાં આવી હતી જેમકે શિક્ષણ સંસ્થાઓ દ્વારા વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી કરી રહ્યા હોવાની વાત એમને સ્વીકારી હતી સુરતની દીપક ગોહિલ ચેરીટેબલ ટ્રસ્ટનો ઉલ્લેખ કરી એડ્રેસ દ્વારા 7313 થી વધુ વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું.

આ ટ્રસ્ટે મેડિકલ સેન્ટર ચલાવશે પરંતુ મેડિકલ સેન્ટર શરૂ ન કરી એમણે પણ ફ્રોડ કરવામાં આવ્યું હતું. આ સંસ્થા સુરત નર્મદા તાપી રાજપીપળા કર્ણાટકા બેંગ્લોર જેવા રાજ્યોમાં ચાલે છે. આવી સંસ્થાઓને શોધી એના ઉપર કાયદાકીય કારવહી કરવાની વાત શિક્ષણ મંત્રી દ્વારા કરવામાં આવી હતી આદિવાસી વિદ્યાર્થીઓને એડમિશન લીધા બાદ પણ અભ્યાસ શરૂ ના થતા અરજી આવતા સમગ્રમાં લોક ખુલ્યો છે.