December 5, 2024

છોટાઉદેપુરમાં MGVCLની લાલિયાવાડી, ભયના ઓથાર હેઠળ જીવતા લોકો

નયનેશ તડવી, છોટાઉદેપુર: છોટાઉદેપુર જિલ્લામાંથી MGVCLની ઘોર બેદરકારીના દ્રશ્યો સામે આવ્યા છે. ક્યાંક વીજ પોલ નમેલી હાલતમાં તો ક્યાંક DP ઓ જર્જરિત હાલતમાં જોવા મળી છે. તો ક્યાંક વીજ વાયરો ખેતરોમાં પાકને અડી જવાના હોય તેવા દ્રશ્યો નજરે પડે છે.

છોટાઉદેપુર જિલ્લાના કોરાજ ગામે મજૂરી કરવા ગયેલી મહિલાનું વીજ કરંટ લાગતા મોત થયા હોવાની દુઃખદ ઘટના બે દિવસ અગાઉ બની હતી. અને જેના અહેવાલો મીડિયામાં પ્રકાશિત પણ થયા હતા. આ સિવાય પણ જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી NEWS CAPITAL GUJRATની ટીમને એમ. જી. વી. સી. એલ કંપનીની બેદરકારીની ફરિયાદો મળતા NEWS CAPITAL GUJARATની ટીમે રિયાલિટી ચેક કરવામાં આવતા ચોંકાવનારા ખુલાસાઓ સામે આવ્યા હતા. જેમાં માત્ર માનવ જ નહીં પરંતુ દરેક જીવસૃષ્ટિ માટે જોખમી સાબિત થતા દ્રશ્યો કંપનીના વાહકોની બેદરકારી અને લાલિયાવાડી ની ચાડી ખાઈ રહ્યા છે.

રિયાલિટી ચેકમાં સામે આવ્યું કે કંપની તરફથી મૂકવામાં આવેલ વિસ્તારવાર ડી. પી. સ્થળે સેફટી ફેન્સીંગનો અભાવ તો ક્યાંકને ક્યાંક ડીપીઓ ખુલ્લી હાલતમાં તો જીવંત વારો લટકતી હાલતમાં તો નમી પડેલા વીજ થાંભલાઓ જોવા મળ્યા હતા. નસવાડી તાલુકાના નસવાડીથી કંકુવાસણ રોડ પર આવેલા કોલુ ગામ પાસે જાહેર માર્ગ પર જેમાં MGVCL કંપની તરફથી નાખવામાં આવેલા વીજ પોલ નમેલી હાલતમાં જોવા મળ્યા હતા. નસવાડી તાલુકાના આનંદપૂરી ગામની સીમમાં વીજ વાયરો ખેતરોમાં નમેલી હાલતમાં જોવા મળ્યા હતા.

તો, સંખેડા તાલુકાના કલેડિયા ગામે પણ દેખીતુ ફેન્સીંગ સેફટી નો અભાવ જોખમી રીતે ખુલ્લી હાલતમાં ડીપીઓ તો ઝાડી ઝાંખરા અને વેલો ટ્રાન્સફોર્મર ઉપર ચડેલી હાલતમાં જોવા મળી આવી હતી. તો બીજી તરફ પાવીજેતપુર તાલુકાના કદવાલ ગામે જાહેર માર્ગ ઉપર અડીને આવેલી ખુલ્લી ડીપીઓ જોખમી હાલતમાં જોવા મળી આવી હતી. એવી જ રીતે છોટાઉદેપુર નગરના વિવિધ વિસ્તારોમાં પણ એમજીવીસીએલ ની બેદરકારીના અનેક કિસ્સાઓ દર્શાવતા દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા.

ત્યારે, સવાલો એ ઊભા થાય છે કે પ્રજાને નિયમિત અને સલામત ભરી વીજ સેવા આપવી, વીજ લાઈન નો મેન્ટેનન્સ અને નિભાવ સમયસર કરવો, પ્રજા પાસેથી વીજબીલના નાણા સમયસર વસૂલ કરવા, જેવી વિવિધ જવાબદારીઓ માટે વીજ કંપનીની કચેરીઓમાં કર્મચારીઓની ફોજ કામ કરે છે. પરંતુ, જાણે કે બાબુઓ વીજ બિલ વસુલાતની કામગીરી વફાદારીથી અદા કરી અને બીજી ફરજો તરફ દુર્લક્ષ સેવતા હોય તેવું લાગી રહ્યું છે! પ્રજાના નાણાંમાંથી પગાર મેળવતા બાબુઓ પ્રજાને નિયમિત અને સલામત ભર્યો વીજ પુરવઠો આપવામા ક્યાંકને ક્યાંક વામણા પુરવાર થયા છે તેવું કહીએ તો કશું ખોટું નથી!