October 6, 2024

2 મહિનામાં 3 એડલ્ટ ફિલ્મ સ્ટાર્સનાં મોત

અમદાવાદ: એડલ્ટ ફિલ્મ સ્ટાર સોફિયા લિયોનનું એક અઠવાડિયા પહેલા તેના એપાર્ટમેન્ટમાં નિધન થયું છે. આ વાતનો ખુલાસો એક્ટ્રેસના સ્ટેપ પિતાએ કર્યો છે. સોફિયાના પિતા પોતાની દીકરીના સ્મારક માટે ફંડ એકઠા કરી રહ્યા છે. એક્ટ્રેસના પિતાના જણાવ્યા પ્રમાણે સોફિયા લિયોનને તેના પરિવારે 1 માર્ચ, 2024ના તેના એપાર્ટમેન્ટમાં બેહોશ મળી હતી. તેની મોતનું કારણ હજૂ સામે આવ્યું નથી. મહત્વનું છેકે, છેલ્લા 2 મહિનામાં 3 એડલ્ટ ફિલ્મ સ્ટારનું મોત થયું છે.

સોફિયાના પિતાનું કહેવું છે કે, પોલીસ આ મામલે તપાસ કરી રહી છે અને તેના મોત પાછળનું કારણ જાણવાનો પ્રયાસ કરી રહી છે. આ ઉપરાંત સોફિયાના પિતાએ કહ્યું કે, સોફિયાના આકસ્મિક મૃત્યુ પછી બધા લોકો આઘાતમાં છે. હવે સોફિયાનો આખો પરિવાર તેના માટે ન્યાયની માંગ કરી રહ્યો છે. બીજી તરફ મોડેલિંગ એજન્સી ‘101 મોડલિંગ’ જણાવ્યા પ્રમાણે, સોફિયાના મૃત્યુને લૂંટ અને હત્યા તરીકે જોવામાં આવી રહ્યું છે. તેના આધારે આગળની તપાસ કરવામાં આવી રહી છે. જો કે છેલ્લા બે મહિનામાં સોફિયા સહિત 3 જૂના સ્ટાર્સનાં મોત થયાં છે. જે ખુબ જ આશ્ચર્યજનક છે.

નોંધનીય છેકે, ગયા મહિને એડલ્ટ ફિલ્મ સ્ટાર કેગની લિન કાર્ટરનું ઓહાયોમાં અવસાન થયું. તે 36 વર્ષની હતી. તેના મૃત્યુને આત્મહત્યા માનવામાં આવે છે. આ ઉપરાંત પ્રખ્યાત એડલ્ટ ફિલ્મ અભિનેત્રી જેસી જેનનું 43 વર્ષની વયે ડ્રગના ઓવરડોઝને કારણે મૃત્યુ થયું હતું.