November 9, 2024

‘હનુમાન’ OTT પર રિલીઝ થવા માટે છે તૈયાર!

નવી દિલ્હી: મોટા ભાગની ફિલ્મ હવે OTT પર આવે છે અને ધૂમ મચાવે છે. લોકો હવે થિયેટરને નહીં પરંતુ OTT પ્લેટફોર્મને પસંદ કરી રહ્યા છે. ફરી એક વાર ‘હનુમાન’, બોક્સ ઓફિસ પર આવવા તૈયાર છે. જેની તારીખ સામે આવી ગઈ છે.

 

View this post on Instagram

 

A post shared by Colors Cineplex (@colorscineplex)

જોરદાર કલેક્શન
ફિલ્મ ‘હનુમાન’એ બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી હતી. આ ફિલ્મ 12 જાન્યુઆરીએ રિલીઝ થઈ હતી. જોકે આ ફિલ્મમાં રૂપિયા 200 કરોડનું નેટ કલેક્શન થયું હતું. એટલી સફળતા મળ્યા બાદ હવે તે OTT પર આવશે. અંદાજો લગાવવામાં આવી રહ્યો છે આ પ્લેટફોર પર પણ તે સફળતા પ્રાપ્ત કરશે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મ પ્રશાંત વર્મા યુનિવર્સ ની પ્રથમ ફિલ્મ છે.

રામ મંદિરમાં ફાળો
ફિલ્મ ‘હનુમાન’ની OTT રિલીઝને લઈને ઘણા સમયથી વાતો થઈ રહી હતી. પરંતુ આખરે તેની તારીખ આવી ગઈ છે. 16 માર્ચે જિયો સિનેમા ઓટીટી પ્લેટફોર્મ પર સ્ટ્રીમ કરવામાં આવશે. તો બીજી બાજૂ તે જ દિવસે હિન્દી વર્ઝનનું વર્લ્ડ ટેલિવિઝન પ્રીમિયર પણ તમે જોઈ શકશો જે તમને કલર્સ ટીવી પર જોવા મળશે. આ ફિલ્મનો રામ મંદિરમાં પણ ફાળો છે. જેમાં આ મંદિરના ઉદ્ઘાટન સમયમાં 2.66 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા. ત્યાર બાદ આ ફિલ્મના પહેલા દિવસના કલેક્શનમાંથી 14 લાખ રૂપિયા દાનમાં આપવામાં આવ્યા હતા.

હનુમાન વિશેની ફિલ્મ
પ્રશાંત વર્માના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ‘હનુમાન’ એક પૌરાણિક ફિલ્મ છે.’હનુમાન’ વેંકટ કુમાર જેટી દ્વારા બનાવવામાં આવી છે. ફિલ્મમાં તેજા સજ્જા, અમૃતા ઐયર અને વરલક્ષ્મી શરથકુમારે મહત્વની ભૂમિકાઓ જોવા મળી હતી. જેમાં વિનય રાય અને રાજ દીપક શેટ્ટી પણ આ ફિલ્મનો એક ભાગ જોવા મળ્યા હતા. આ ફિલ્મ જયારે આવી ત્યારે ઘણી બધી ફિલ્મ તેની હરીફાઈમાં હતી.