January 8, 2025

આ દિવસે ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયાની થશે જાહેરાત, આ 3 ખેલાડીઓ ચોક્કસ રમશે

ICC Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત થોડા જ સમયમાં થઈ શકે છે. ચાહકો આ માટે રાહ જોઈ રહ્યા છે. આ ટુર્નામેન્ટમાં ત્રણ ખેલાડીને ચોક્કસ રમશે. આવો જાણીએ આ 3 ખેલાડી કોણ કોણ છે.

ટીમ ઈન્ડિયાની ટીમની જાહેરાત
ICCએ ટીમની જાહેરાત કરવાની છેલ્લી તારીખ 12 જાન્યુઆરી રાખી છે અને 13 જાન્યુઆરી સુધી ટીમમાં ફેરફાર કરવામાં આવી શકે છે. ટીમ ઈન્ડિયાની જાહેરાત 12 જાન્યુઆરીએ થઈ શકે છે.

રોહિત શર્મા
રોહિત શર્મા હાલમાં ટીમ ઈન્ડિયાના સૌથી ફ્લોપ ખેલાડીઓમાં ગણતરી થવા લાગી છે. તેનું હમણા કોઈ ખાસ પ્રદર્શન જોવા મળ્યું નથી. રોહિતે પોતાને સિડની ટેસ્ટમાંથી બહાર રાખ્યો હતો. જોકે આ બાદ રોહિતી કહી દીધું હતું કે તે નિવૃત્તિ લઈ રહ્યો નથી. આ માત્ર અફવાઓ છે. રોહિત ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટીમ ઈન્ડિયાની કમાન સંભાળી શકે છે.

જસપ્રીત બુમરાહ
બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં જસપ્રિત બુમરાહનું પ્રદર્શન જોરદાર જોવા મળ્યું હતું. આ સિરીઝમાં તેણે 32 વિકેટ લીધી હતી. બુમરાહે પીઠમાં પીડા થવા લાગી હતી જેના કારણે તેને મેદાન છોડવાનો વારો આવ્યો હતો. જોકે હાલ તેના ઈજા વિશે કોઈ અપડેટ સામે આવ્યું નથી. પરંતુ તે આ ટુર્નામેન્ટમાં રમશે તે લગભગ નક્કી માનવામાં આવી રહ્યું છે. આ ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયાનો વાઇસ કેપ્ટન જસપ્રીત બુમરાહ બની શકે છે.

આ પણ વાંચો: નેપાળનો ભૂકંપનો વીડિયો આવ્યો સામે, જોઈને ડરી જશો

વિરાટ કોહલી
ટીમ ઈન્ડિયાની બેટિંગની કરોડરજ્જુ કહેવાતા વિરાટનું નામ પણ નક્કી જ ગણવામાં આવી રહ્યું છે. જોકે વિરાટનું પ્રદર્શન કંઈ ખાસ જોવા મળી રહ્યું નથી. તે બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં પણ ફ્લોપ સાબિત થયો હતો. સૌથી વધુ સદી અને સૌથી વધુ રન બનાવામાં તે સફળ રહ્યો હતો.