Wpl Final 2025: બોલર કે બેટ્સમેન કોણ મચાવશે ધમાલ, જાણો પીચ રિપોર્ટ

Wpl Final 2025: WPL 2025 ની ફાઇનલ મેચ આજના દિવસે છે. આજની મેચ મુંબઈ ઇન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સની મહિલા ટીમ વચ્ચે રમાશે. આ બંને ટીમ વચ્ચે બીજી ફાઇનલ મેચ હશે. આ પહેલા બંને ટીમો WPL 2023ની ફાઇનલ મેચમાં રમી ચૂકી છે. તે સમયે મુંબઈની ટીમે જીત પ્રાપ્ત કરી હતી. મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં આજની મેચનું આયોજન કરવામાં આવ્યું છે. આવો જાણીએ કે આ મેદાનની પિચ કેવી રહેશે. બ્રેબોર્નના મેદાનમાં ટોસ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. દિલ્હી કેપિટલ્સ ટીમે સતત ત્રીજી વખત WPL ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે.

હરમનપ્રીત કૌર અને મેગ લેનિંગ
WPL 2025ની ફાઇનલ મેચ 15 માર્ચે હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની મુંબઈ ઇન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાશે. આ પહેલા બંને ટીમ WPL 2023ની ફાઇનલ રમી ચૂકી છે. જેમાં મુંબઈની ટીમની જીત થઈ હતી. મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમની પિચ હંમેશા બેટ્સમેન માટે ફાયદાકાર સાબિત થઈ છે. ઉચ્ચ સ્કોરિંગ મેચ જોવા મળી શકે છે. WPL 2025 માં આ મેદાન પર 2 મેચ રમાઈ છે. આ સમયે જે ટીમે પહેલા બેટિંગ કરી છે તે ટીમની જીત થઈ છે. આવી સ્થિતિમાં, ટોસની ભૂમિકા મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.

આ પણ વાંચો: IPL 2025માં 5 ટીમે બદલ્યા કેપ્ટન, નવા ચહેરાઓ પર દર્શાવ્યો વિશ્વાસ

WPL 2025 માટે બંને ટીમોની ટીમ

દિલ્હી કેપિટલ્સ મહિલા ટીમ: એનાબેલ સધરલેન્ડ, મેરિઝાન કેપ, સારાહ બ્રાયસ, નિકી પ્રસાદ, મેગ લેનિંગ (કેપ્ટન), શેફાલી વર્મા, જેસ જોનાસેન, જેમિમાહ રોડ્રિગ્સ, મિન્નુ મણિ, શિખા પાંડે, તિતસ સાધુ, રાધા યાદવ, અરુંધતી રેડ્ડી, એલિસ કેપ્સી, તાનિયા ભાટિયા, સ્નેહા દીપ્તિ, નંદિની કશ્યપ, નલ્લાપુરેડ્ડી ચારાની.

મુંબઈ ઈન્ડિયન્સ મહિલા ટીમ: સજીવન સજના, અમેલિયા કેર, અમનજોત કૌર, જી. કમાલિની, યાસ્તિકા ભાટિયા, હેલી મેથ્યુઝ, નેટ સેવિયર-બ્રન્ટ, હરમનપ્રીત કૌર (કેપ્ટન), સંસ્કૃતિ ગુપ્તા, શબનીમ ઈસ્માઈલ, સૈકા ઈશાક, ક્લો ટ્રાયોન, નાદીન ડી ક્લાર્ક, કીર્તન બાલકૃષ્ણન, જિન્તિમણિ કાલિતા, પરુણિકા સિસોદિયા, અમનદીપ કૌર, અક્ષિતા મહેશ્વરી.