IPL 2025ની પહેલી મેચમાં KKR અને RCB બંનેમાંથી કોનું પલડું ભારે? જાણો હેડ ટૂ હેડ રેકોર્ડ

IPL 2025 KKR vs RCB: આઈપીએલ શરૂ થવાની ક્રિકેટ રસીકો રાહ જોઈ રહ્યા છે. ત્યારે પહેલી મેચમાં RCB અને KKR વચ્ચે મુકાબલો થવાનો છે. આઈપીએલ શરુ થવાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે આવો જાણીએ IPLના ઇતિહાસમાં આ બંને ટીમો કેટલી વાર એકબીજા સામે આવી અને કઈ ટીમની વધારે વાર થઈ છે જીત.
આમને સામને ટકરાશે
આઈપીએલની પહેલી સિઝન વર્ષ 2008 માં રમાઈ હતી. આ સમયે પ્રથમ મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કોલકાતા નાઈટ રાઇડર્સ વચ્ચે રમાઈ હતી. આ પછી હવે બંને ટીમ આ વખતે આમને સામને ટકરાશે. જોકે એ સમયથી લઈને આ સમય સુધી ઘણું બદલાઈ ગયું છે. આ વખતે KKRએ ટીમની કમાન અજિંક્ય રહાણેને સોંપી છે. જ્યારે RCBએ ટીમની કમાન રજત પાટીદારને સોંપી છે. આવો જાણીએ હેડ ટુ હેડ રેકોર્ડ
હેડ ટુ હેડ રેકોર્ડ
બંને ટીમના હેડ ટુ હેડ આંકડાઓની વાત કરીએ તો IPLના ઇતિહાસમાં 34 મેચ રમાઈ છે. જેમાંથી RCBએ 14 મેચમાં જીત પ્રાપ્ત કરી છે જ્યારે KKRએ 20 મેચમાં જીત પ્રાપ્ત કરી છે. કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે બંને ટીમો વચ્ચે 12 મેચ રમાઈ છે. આમાંથી, RCBએ 4 વખત અને KKRએ 8 વખત મેચ જીતી છે.
આ પણ વાંચો: Wpl Final 2025: બોલર કે બેટ્સમેન કોણ મચાવશે ધમાલ, જાણો પીચ રિપોર્ટ
RCB IPL 2025 ટીમ: લિયામ લિવિંગસ્ટોન, રસિક દાર, સુયશ શર્મા, કૃણાલ પંડ્યા, રજત પાટીદાર (કેપ્ટન), વિરાટ કોહલી, યશ દયાલ, જોશ હેઝલવુડ, ફિલ સોલ્ટ, જીતેશ શર્મા, ભુવનેશ્વર કુમાર, સ્વપ્નિલ સિંહ, ટિમ ડેવિડ, રોમારિયો શેફર્ડ, નુવાન તુષારા, મનોજ ભંડાગે, જેકબ બેથેલ, દેવદત્ત પડિકલ, સ્વસ્તિક ચિકારા, લુંગી ન્ગીડી, અભિનંદન સિંહ, મોહિત રાઠી.
KKR IPL 2025 ટીમ: વેંકટેશ ઐયર, રમણદીપ સિંહ, આન્દ્રે રસેલ, અજિંક્ય રહાણે (કેપ્ટન), રિંકુ સિંહ, ક્વિન્ટન ડી કોક, રહેમાનુલ્લાહ ગુરબાઝ, અંગક્રિશ રઘુવંશી,એનરિક નોરખિયા, હર્ષિત રાણા, સુનીલ નારાયણ, વરુણ ચક્રવર્તી, વૈભવ અરોરા, મયંક માર્કંડે, રોવમેન પોવેલ, મનીષ પાંડે, સ્પેન્સર જોહ્ન્સન, લવનીથ સિસોદિયા, અનુકુલ રોય, મોઈન અલી, ઉમરાન મલિક.