November 26, 2024

શા માટે પહેલા ટેસ્ટ મેચ 6 દિવસની હતી?

Test Match History: આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ત્રણ ફોર્મેટ રમાય છે. જેમાં ટેસ્ટ ODI અને T20નો સમાવેશ થાય છે. સમયની સાથે ક્રિકેટમાં બદલાવ જોવા મળ્યો હતો. પહેલા ખાલી ટેસ્ટ અને વનડે ક્રિકેટ જ રમાતી હતી. ત્યારબાદ 21મી સદીમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં T20ને એડ કરવામાં આવી હતી. હાલમાં ટેસ્ટ મેચ 5 દિવસની છે પહેલા ટેસ્ટ મેચ શા માટે 6 દિવસની છે.

ક્રિકેટમાં કોઈ મર્યાદા ન હતી
સમયની સાથે ક્રિકેટ જગતમાં ઘણો ચેન્જ આવ્યો છે. આંકડાઓ પર નજર કરીએ તો ક્રિકેટની શરૂઆતમાં ટેસ્ટ ક્રિકેટમાં કોઈ પણ મર્યાદાઓ ના હતી. વર્ષ 1939માં ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ટેસ્ટ મેચ 10 દિવસમાં રમાઈ હતી. સમય જતાની સાથે ટેસ્ટ મેચ 6 દિવસ માટે કરી દેવામાં આવી હતી. . 6 દિવસની ટેસ્ટ મેચમાં એક દિવસ આરામ માટે રખાતો હતો. જે આજકાલની મેચમાં રાખવામાં આવી રહ્યો નથી.

આ પણ વાંચો: IND vs BAN: પ્રથમ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાનો વિકેટકિપર કોણ હશે?

હટાવી દેવામાં આવ્યો
ODI ક્રિકેટ લોકોને ખૂબ પસંદ આવી રહી હતી. જેને ધ્યાનમાં રાખીને ટેસ્ટ ક્રિકેટને પાંચ દિવસ લાંબું કરવાનો નિર્ણય લેવામાં આવ્યો અને બાકીના દિવસને હટાવી દેવામાં આવ્યા હતા. આરામનો દિવસ હટાવી દેવામાં આવતા ખેલાડીઓ ઉપર વધારે ભાર આવે. આ પહેલા ખેલાડીઓ એક દિવસનો આરામ લેતા હતા. હવે સતત ખેલાડીઓને રમવું પડે છે. આરામ ના આપવાના કારણે ખેલાડીઓને ઈજા થવાની સંભાવનાઓ વધી જતી હોય છે. આ વર્ષના પણ તમને 6 દિવસની ટેસ્ટ મેચ રમાવાની છે. શ્રીલંકા અને ન્યુઝીલેન્ડ વચ્ચે 6 દિવસીય ટેસ્ટ મેચ રમાશે. જેની શરૂઆત 18 સપ્ટેમ્બરથી થવાની છે. જોકે આ ટેસ્ટ મેચમાં ખાસ વાત એ છે કે આરાનો દિવસ પણ રાખવામાં આવ્યો છે. આ ટેસ્ટ મેચનો છેલ્લો દિવસ 23 સપ્ટેમ્બર સોમવારના હશે.