June 30, 2024

બીજેપી એ ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરતાં અખિલેશ યાદવના પ્રહાર

દિલ્હી: લોકસભાની ચૂંટણીને આડે હવે બસ ગણતરીના મહિના બાકી રહ્યા છે. ત્યારે ગઈ કાલે ભાજપે 195 લોકસભા સીટો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. આ યાદીમાં કેટલાક નવા ચહેરાને સ્થાન આપવામાં આવ્યું છે. આ દરમિયાન સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે.

ભાજપે હાર સ્વીકારી
આ દરમિયાન સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે ભાજપે હાર સ્વીકારી લીધી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરતા અખિલેશ યાદવે કહ્યું કે પ્રથમ યાદી જાહેર કરતા ભાજપે પોતાની હાર સ્વીકારી લીધી છે કારણ કે ભયના કારણે તેમણે એવા લોકોની યાદીની જાહેરાત કરી દીધી કે કે જેઓ પોતપોતાના સંસદીય ક્ષેત્રમાં કોઈ કામ ન થવાને કારણે અથવા ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા હોવાને કારણે ચૂંટણી લડી રહ્યા છે. અખિલેશે કહ્યું કે જેવો ચૂંટણી લડવા માંગતા ન હતા તેમને પણ દબાણ કરીને ચૂંટણી લડવા માટે કહેવામાં આવ્યું છે.

ભાજપના ઉમેદવારો
તેમણે આગળ પ્રહાર કરતા લખ્યું કે ‘ભાજપની ઉમેદવાર યાદી એ ભાજપની નિરાશાની ઘોષણા હોય તેવું જોવા મળી રહ્યું છે. તમને જણાવી દઈએ કે ભાજપ દ્વારા જાહેર કરાયેલી પ્રથમ યાદી ગઈ કાલે જાહેરાત કરી દેવામાં આવી હતી. જે બાદ કાર્યકરોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. જો કે કેટલાક સાંસદોની ટિકિટો રદ કરવામાં આવી છે