October 4, 2024

ધરમપુરમાં પહેલા જ વરસાદમાં નવોનક્કોર રોડ બેસી જતાં ભ્રષ્ટાચારના ડોકિયા

હેરતસિંહ, વલસાડ: વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે આવેલા નગારીયા કસ્બા રોડ પહેલા જ વરસાદમાં બેસી જતા વાહનો ફસાયા હતા. એક જ મહિના પહેલા બનેલ ગટર અને ગટર પર બનેલ નવો રસ્તો વહેલી સવારથી પડેલ ભારે વરસાદને લઈને બેસી જતા સ્થાનિકોને અવરજવર કરવા મુશ્કેલી પડી છે તો રસ્તો બંધ કરાયો છે. સ્થાનિકોને ઇમર્જન્સી માટે પણ ચિંતા સતાવી રહી છે. 108 પણ અહીં આવી નથી શકતી.

વલસાડ જિલ્લામાં વહેલી સવારથી જ મેઘરાજા ધોધમાર બેટિંગ કરી રહ્યા છે વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓની અંદર મેઘરાજા સવારથી જ ધોધમાર બેટિંગ કરી રહ્યા છે ત્યારે ધરમપુર નગરપાલિકા નો વિસ્તાર નગારીયા કસ્બા રોડ જે પહેલા જ વરસાદમાં બેસી જતા સવારે વાહનો ફસાયા હતા.

તો હવે લોકોને એ રસ્તા બંધ થતાં હાલાકી નો સામનો કરવા પડી રહ્યો છે છેલ્લા એક મહિના પહેલા બનેલા આ રસ્તા પર પહેલા ગટરો બની હતી ત્યારબાદ એના ઉપર રસ્તો બનાવવામાં આવ્યો હતો. રસ્તામાં હલકી ગુણવત્તાવાળી કામગીરી કરાઈ હોવાનું સ્થાનિકોના આક્ષેપ કરવામાં આવ્યા છેજેના કારણે આ રસ્તાઓ પહેલા જ વરસાદમાં બેસી જતા ભારે હાલાકી સર્જાય છે.