November 14, 2024

આવતીકાલે વાવ વિધાનસભા પેટા ચૂંટણીને લઈને મતદાન યોજાશે

બનાસકાંઠા: આવતીકાલે વાવ વિધાનસભા પેટા ચૂંટણીને લઈને મતદાન યોજાશે. વાવ વિધાનસભા બેઠકના વાવ,સુઈગામ અને ભાભરના 179 ગામોના 321 બુથો પર યોજાશે મતદાનનું આયોજન થશે. વાવ વિધાનસભાના 3,10,681 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને ચૂંટશે ધારાસભ્યને. ચૂંટણી પ્રક્રિયાને લઇ કાયદો વ્યવસ્થા ન કથળે તે માટે 1500 સુરક્ષા કર્મીઓ ખડેપગે રહેશે. જેમાં 4 ડીવાયએસપી,8 પીઆઇ અને 30 પીએસઆઇ સહીત પોલીસ કર્મીઓ ખડેપગે રહેશે.

ઇલેક્શન વિભાગ દ્વારા કરાઈ વ્યવસ્થા
97 જેટલાં સંવેદનસીલ મતદાન મથકો પર પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે વેબ કાસ્ટિંગ કેમેરા કાર્યરત કરાવમાં આવશે. શાંતિ પૂર્ણ માહોલ મતદાન પ્રક્રિયા પૂર્ણ કરવા ઇલેક્શન વિભાગ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી. આવતીકાલે વાવ વિધાનસભા વિસ્તારના મતદારો મતદાન દેવા પહોંચશે.

આ પણ વાંચો: વડોદરાના કોયલી ખાતે રિફાઇનરીમાં મોટો બ્લાસ્ટ, આગ લાગતા ધુમાડાના ગોટેગોટા નીકળ્યા

ઉજવશે લોકશાહીનું પર્વ
વાવ વિધાનસભાની પેટા ચૂંટણીનું આવતીકાલે મતદાન થશે. જ્યારે 23 નવેમ્બર મત ગણતરી થશે વાવ વિધાનસભાને લઈને તંત્રએ પેટા ચૂંટણી માટે પૂરતી તૈયારીઓ કરી લીધી છે. વાવ વિધાનસભામાં 3,10,681 મતદારો છે. જેમાં 321 મતદાન મથક બનાવાયા છે. જ્યારે મહિલા મતદાન અધિકારી સહિત 2000 જેટલો સ્ટાફ આ ચૂંટણીમાં ફરજ બજાવશે જોકે 275 સ્પેશ્યલ પોલિંગ સ્ટેશન ઉભા કરાયા છે. એફ એસ ટી એફ એસ ટી જેવી 21 ટીમોની પણ રચના કરાઈ છે. તંત્ર દ્વારા હેલ્પલાઇન નંબર પણ જાહેર કરાયા છે અને બાર જેટલા અધિકારીઓ છે. તે નોડલ અધિકારીની ફરજ બજાવશે વિધાનસભાની મતદાનને લઈને તંત્રએ પૂરતી તૈયારીઓ કરી લીધી છે.