October 13, 2024

આ વેકેશનમાં બાળકો સાથે લો કચ્છની સુંદર જગ્યાની મુલાકાત

અમદાવાદ: બધી જ શાળાઓમાં ઉનાળું વેકેશન ચાલી રહ્યું છે. આ સાથે ગુજરાતમાં પ્રવાસની મૌસમ શરૂ થઈ ગઈ છે. ગુજરાતમાં ફરવા માટેના અનેક સુંદર સ્થળો છે. અમદાવાદ અને વડોદરા ઉપરાંત ગુજરાતનું કચ્છ પણ પ્રખ્યાત પ્રવાસન સ્થળોમાંનું એક છે. કચ્છમાં સૌથી મોટું મીઠાનું રણ આવેલું છે. જે રન ઓફ કચ્છ તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીં માત્ર સામાન્ય લોકો જ નહીં પરંતુ સેલિબ્રિટીઓ પણ મુલાકાત લેવા આવે છે. જો તમે ગુજરાતની સંસ્કૃતિ, કલા અને પરંપરાને જોવા અને સમજવા માંગતા હોવ તો કચ્છની મુલાકાત અવશ્ય લો. તમે અહીં ત્રણ દિવસના પ્રવાસનું આયોજન કરી શકો છો. જો તમે અહીં ફરવા જવાનું વિચારી રહ્યા છો. તો અહીં અમે તમને જણાવીશું કે ત્રણ દિવસ માટે કચ્છ કેવી રીતે ફરવું.

આ પણ વાંચો: બનાસકાંઠાના કોંગ્રેસી લોકસભા ઉમેદવાર ગેનીબેન પર વીજ ચોરીનો આક્ષેપ

પ્રથમ દિવસ ધોળાવીરા
કચ્છ પહોંચ્યા પછી તમે તમારો પહેલો દિવસ ધોળાવીરામાં વિતાવી શકો છો. ઐતિહાસિક સ્થળ હોવા ઉપરાંત તે એક પ્રખ્યાત પર્યટન સ્થળ પણ છે. એવું માનવામાં આવે છે કે અહીં સિંધુ ઘાટી સંસ્કૃતિ અને હડપ્પન સંસ્કૃતિ સાથે જોડાયેલી ઘણી વસ્તુઓ મળી આવી છે. અહીં જઈને તમે ઈતિહાસ પણ સમજી શકશો.

કાળો ડુંગર
જો કચ્છની પ્રવાસની શરૂઆત ભૂજથી થાય છે. તમે ભૂજથી ખાવડા તરફ જશો ત્યારે ત્યાં તમને કાળા ડુંગર તરીકે એક પ્રવાસન સ્થળ જોવા મળશે. આ સ્થળ પરથી તમે કચ્છનો કાદવ વાળો રણ જોઈ શકશો. અહીં ભગવાન દતાત્ર્યેના ગુરૂનું મંદિર પણ આવેલ છે. જેનો ભોજનનો પ્રસાદ લઈને તમે રાતે સ્ટે માટે રન ઓફ કચ્છ તરફ જઈ શકો છો.

દિવસ 2 વિજય વિલાસ
તમને જણાવી દઈએ કે બીજા દિવસે તમે વિજય વિલાસ પેલેસ પણ જઈ શકો છો. આ મહેલનું નિર્માણ 1929માં થયું હતું. આ મહેલ કચ્છના માંડવીમાં આવેલું છે.  આ સાથે તમે માંડવીના દરિયા કિનારાને પણ માણી શકો છો.